લાહોર: પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે ગુરૂવારે ટેરર ફંડિંગના કેસમાં પ્રતિબંધિત આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના ટોચના ચાર સદસ્યો અને 2008ના મુંબઇ આતંકવાદી હુમલાના ષડયંત્રમાં સામેલ હાફિઝ સઇદના નજીકના સાથીઓને પાંચ વર્ષની જેલની સજા સંભળાવી હતી.
હાફિઝ અબ્દુલ રહેમાન મક્કી, મલિક ઝફર ઇકબાલ, યાહા અઝીઝ અને અબ્દુલ સલામ 9 જૂને દોષી સાબિત થયા હતા. ઇકબાલ અને અઝીઝને પાંચ વર્ષની જેલ તેમજ મક્કી અને અબ્દુલ સલામને એક-એક વર્ષની સજા ફટકારવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે, હાફિઝ અબ્દુલ રહેમાન મક્કી આતંકી સંગઠન લશ્કર એ તૈયબાના સંસ્થાપક અને જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઈદનો સંબંધી છે.