ETV Bharat / international

ભારત સરકારે નેપાળને સોંપી જયનગર-કુર્થા ક્રોસ બૉર્ડર રેલવે લિંક, બંને દેશો વચ્ચે વેપાર વધશે

ભારતે બિહારના જયનગરને નેપાળ (Nepal)માં કુર્થા (Kurtha)થી જોડનારી 34.9 કિલોમીટર લાંબી ક્રોસ બૉર્ડર રેલ લિંક (Cross Border Rail Link)ને નેપાળ સરકારને સોંપી દીધી છે. આને એક એવું પગલું માનવામાં આવી રહ્યું છે જેનાથી બંને દેશોની વચ્ચે વેપાર અને વાણિજ્ય પ્રવૃત્તિઓ (Trade And Commerce Activities)ની સાથે સાથે લોકોની વચ્ચે સંબંધોમાં વધારો થશે.

ભારત સરકારે નેપાળને સોંપી જયનગર-કુર્થા ક્રોસ બૉર્ડર રેલવે લિંક

author img

By

Published : Oct 23, 2021, 3:49 PM IST

  • ભારતે જયનગર-નેપાળ ક્રોસ બોર્ડર લિંક નેપાળને સોંપી
  • ભારત સરકારની 8.77 અબજની ગ્રાન્ટથી બની છે જયનગર-બિજલપુરા-બર્દીદાસ રેલ લિંક
  • આ પગલાથી ભારત અને નેપાળ વચ્ચે વેપાર વધવાની શક્યતા

કાઠમાંડૂ: ભારતે બિહારના જયનગરને નેપાળમાં કુર્થાથી જોડતી 34.9 કિલોમીટર લાંબી ક્રોસ બૉર્ડર રેલ લિંક (Jaynagar Kurtha Cross Border Rail Link)ને નેપાળ સરકારને સોંપી દીધી છે. આને એક એવું પગલું માનવામાં આવી રહ્યું છે જેનાથી બંને દેશોની વચ્ચે વેપાર અને વાણિજ્ય પ્રવૃત્તિઓ (Trade And Commerce Activities)ની સાથે સાથે લોકોની વચ્ચે સંબંધોમાં વધારો થશે. જયનગર-કુર્થા વિભાગ 68.7 કિલોમીટર લાંબા જયનગર-બિજલપુરા-બર્દીદાસ રેલ લિંકનો ભાગ છે, જેને ભારત સરકારની NPR 8.77 અબજની ગ્રાન્ટની મદદથી બનાવવામાં આવ્યો છે.

નેરો ગેજને બ્રોડ ગેજમાં ફેરવવાનું કામ પૂર્ણ

ભારતીય દૂતાવાસના સૂત્રોએ કહ્યું કે, ભારતની ગ્રાન્ટ સહાયતા હેઠળ ભારતમાં જયનગરથી નેપાળમાં કુર્થા સુધી 34.9 કિલોમીટર નાની લાઇન (નેરો ગેજ) સેક્શનને મોટી લાઇન (બ્રોડ ગેજ)માં બદલવાનું કામ હવે પૂર્ણ થઈ ગયું છે.

વેપાર અને વાણિજ્ય વધશે

ભારતીય દૂતાવાસ તરફથી આપવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'એકવાર ચાલું થયા બાદ સરહદ પાર રેલ લિંકથી વેપાર અને વાણિજ્ય ગતિવિધિઓ સાથે-સાથે બંને દેશોની વચ્ચે, લોકોથી લોકોની વચ્ચે સંપર્ક વધવાની આશા છે.'

બંને દેશોના લોકો વચ્ચે સંપર્ક વધશે

ભારતીય દૂતાવાસે કહ્યું કે, આ પ્રોજેક્ટ નેપાળના ઐતિહાસિક શહેર જનકપુરથી થઈને પસાર થશે અને બંને દેશોના લોકોની વચ્ચે સંપર્કને વધારશે. આ તક પર આયોજિત સમારોહમાં ભૌતિક માળખાકીય અને પરિવહન મંત્રી રેણુ કુમારી યાદવ અને નેપાળમાં ભારતીય રાજદૂત વિનય એમ. ક્વાત્રા ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: CM યોગીએ બદલ્યું ફૈઝાબાદ રેલવે જંક્શનનું નામ, હવે અયોધ્યા કેંટના નામે ઓળખાશે

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ આત્મનિર્ભર ભારતના લાભાર્થીઓને કહ્યું-ગોવા એટલે વિકાસનું નવું મોડેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.