શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ, ગોટાબાયા રાજપક્ષે, વહેલી તકે મધ્ય-ગાળાની ચૂંટણીઓ કરવાનો સંકલ્પ લીધો છે. તેમણે શુક્રવારે 16 સભ્યોની વચગાળાના પ્રધાનમંડળની નિંમણૂક કરી અને તેમના ભાઈઓને સંરક્ષણ, નાણા અને વેપારના મુખ્યમંત્રાલયો આપ્યા.
રાજપક્ષે અલ્પસંખ્યક સમુદાય સુધી પહોચવાના સંકેતના રુપમાં વચગાળાના પ્રધાનમંડળમાં 2 તામિલ ભાષાના લોકોને પણ સામલે કર્યા છે. નવા પ્રધાનમંડળમાં વડાપ્રધાન પદ પર મહિન્દ્રા રાજપક્ષને નિયુકત કરવામાં આવ્યા છે. તેમને સંરક્ષણ મંત્રાલય અને નાણાં મંત્રાલયનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. જ્યારે ચમલ રાજપક્ષે પાસે વેપાર અને ખાદ્ય સુરક્ષા મંત્રાલયનો હવાલો છે.
રાજપક્ષે કહ્યું કે, શ્રીલંકાના બંધારણ હેઠળ વહેલી તકે લોકો સાથે વિચાર વિમર્શ કરશે.નવા પ્રધાનમંડળના શપથ ગ્રહણ સમારોહ બાદ વડાપ્રધાને કહ્યું કે, બંધારણ હેઠળ તક મળશે તો લોકો સાથે વાત કરીશ.
શ્રીલંકાના વર્તમાન સંસદની મુદત આવતા વર્ષ ઓગ્સ્ટમાં સમાપ્ત થઈ રહી છે. બંધારણ રાષ્ટ્રપતિને માર્ચમાં સંસદ વિસર્જન કરવા અને ચૂંટણીઓ યોજવાની મંજૂરી આપે છે.શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ગોટાબાયા રાજપક્ષે કહ્યું હતુ કે, આ એક વચગાળાની સરકાર છે.તેમણે જણાવ્યું કે, રાજયપ્રધાનોની નિયુકતિ ટુંક સમયમાં કરાશે. પ્રધાનમંડળમાં 16 સભ્યો છે. રાષ્ટ્રપતિના ભાઈ મહિન્દ્રા રાજપક્ષે (74) અને ચમલ રાજપક્ષે (77) 2 તમિલ ભાષી અને એક મહિલા પણ સામેલ છે.
માર્કસવાદી વિચારધારાના નેતા 70 વર્ષીય ગુણવદ્ધનાને વિદેશપ્રધાન બનાવવામાં આવ્યા છે.