વૉશિંગ્ટન / નવી દિલ્હીઃ ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાઇરસથી દુનિયાભરમાં 21 જુલાઈની સવારે આઠ વાગ્યા સુધીમાં 6,12,829થી વધુ લોકોના મોત થયા છે.
દુનિયાભરમાં 14, 844, 998 લોકોની કોરોના વાઇરસથી સંક્રમિત થયાની પુષ્ટી થઈ છે. તમને જણાવી દઈએ કે, આ આંકડાઓ સતત વધી રહ્યાં છે. આંકડાઓ અનુસાર દુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત 8,906,690થી વધુ લોકો સ્વસ્થ પણ થઈ ચુક્યા છે.
દુનિયાભરમાં 5,332,797થી વધુ કેસ એક્ટિવ છે. જેમાંથી એક ટકા એટલે કે 59, 816થી વધુ લોકો ગંભીર છે. આ આંકડાઓ વલ્ડોમીટરમાંથી લેવામાં આવ્યાં છે.