ETV Bharat / international

જનરલ નરવણેએ યુએનના શાંતિ સૈનિક માટે બજેટમાં વધારો કરવાની હાકલ કરી - જનરલ નરવણે બાંગ્લાદેશ

બાંગ્લાદેશની 5 દિવસીય સત્તાવાર યાત્રા પર ગયેલા આર્મી ચીફ જનરલ એમએમ નરવણે ઢાકામાં આયોજિત સેનાના વડાઓના સંમેલનમાં ભાગ લીધો હતો. જનરલ નરવણેએ પોતાના સંબોધનમાં સંયુક્ત રાષ્ટ્રને શાંતિ અભિયાન માટેનું બજેટ વધારવા વિનંતી કરી છે.

જનરલ નરવણેએ યુએનના શાંતિ સૈનિક માટે બજેટમાં વધારો કરવાની હાકલ કરી

author img

By

Published : Apr 12, 2021, 9:10 AM IST

  • નરવણેએ પડકારોને ધ્યાનમાં રાખીને શાંતિ અભિયાન પર ભાર મૂક્યો
  • જનરલ નરવણે બાંગ્લાદેશની 5 દિવસીય સત્તાવાર યાત્રા પર
  • સંયુક્ત રાષ્ટ્રની શાંતિ સંરક્ષણ કામગીરી ભાગીદારીના ધોરણે ચલાવવી

ઢાકા (બાંગ્લાદેશ): ભારતીય સેનાના ચીફ જનરલ એમએમ નરવણે રવિવારે સંયુક્ત રાષ્ટ્રને તેના શાંતિ અભિયાન માટેનું બજેટ વધારવા વિનંતી કરી હતી. જનરલ નરવણેએ પડકારોને ધ્યાનમાં રાખીને શાંતિ અભિયાન માટે યોગ્ય તર્કસંગત અને વધુ સારી તકનીકી સહાય પ્રદાન કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. બાંગ્લાદેશની 5 દિવસીય સત્તાવાર યાત્રા પર આવેલા જનરલ નરવણે ઢાકામાં અનેક દેશોના સૈન્ય અભ્યાસની સાથોસાથ યોજાયેલી સેના પ્રમુખના સંમેલનમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો: સેના પ્રમુખ જનરલ નરવણે આજથી નેપાળના પ્રવાસે

ISPR સંમેલનમાં જનરલ નરવણેનું સંબોધન

ભારતીય સેનાના એડિશનલની જાહેર માહિતી નિયામક સંસ્થા (ADGPI) એ ટ્વીટ કર્યું છે કે, 5 દિવસની સત્તાવાર મુલાકાતે ઢાકા આવેલા જનરલ નરવણે 'વૈશ્વિક સંઘર્ષની બદલાતી પ્રકૃતિ: સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિકોની ભૂમિકા' પર આર્મી પ્રમુખોના સંમેલનમાં મુખ્ય ભાષણ આપ્યું હતું. બાંગ્લાદેશના સંરક્ષણ મંત્રાલયના આંતર-સેવા પબ્લિક રિલેશન (ISPR) ડિરેક્ટોરેટે સંમેલનમાં જનરલ નરવણેના સંબોધનને ટાંકીને જણાવ્યું હતું કે, તેમણે UN શાંતિ પ્રવૃત્તિઓ માટે બજેટમાં વધારા પર ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો: ભારત- ચીન તણાવ વચ્ચે સેનાધ્યક્ષ જનરલ નરવણે પહોંચ્યા લદ્દાખ

નરવણેએ સારી તકનીકી સહાયની હાકલ

ભારતીય સેના પ્રમુખે સંયુક્ત રાષ્ટ્રની શાંતિ સંરક્ષણ કામગીરી માટે પડકારો તરફ ધ્યાન દોરતા આ માટે યોગ્ય તર્કસંગત અને વધુ સારી તકનીકી સહાયની હાકલ કરી હતી. તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રની શાંતિ સંરક્ષણ કામગીરી ભાગીદારીના ધોરણે ચલાવવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.