કાબુલ: તાલિબાને અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહના ભાઈ રોહુલ્લાહ અઝીઝની હત્યા કરી દીધી છે. આ વિશેની પુષ્ટી અઝીઝના ભત્રિજાએ કરી હતી. અમરુલ્લાહ સાલેહ પંજશીર ખીણમાં તાલિબાન વિરોધી વિપક્ષી પાર્ટી તાકતોના નેતાઓમાંથી એક નેતા છે.
અઝીઝના મૃત્યની ખબર તાલિબાન સૈન્ય દ્વારા પંજશીરના પ્રાતિંય કેન્દ્ર પર નિયંત્રણ કર્યાના થોડા દિવસ બાદ આવી. ઇબાદુલ્લાહ સાલેહએ એક ટેક્સ મેસેજમાં જણાવ્યું કે , તાલિબાનીઓએ મારા કાકાની હત્યા કરી છે. તાલિબાનીઓએ તેમના મારી નાખ્યા અને તે અમને મૃતદેહ દફનાવા પણ નહી આપે. તે કહે છે કે તેમનુ શરીર સડવુ જોઈએ.
ઓગસ્ટ મહિનામાં તાલિબાનીઓએ અફઘાનિસ્તાનમાં કબ્જો મેળવ્યો હતો અને તે બાદ તેમણે નવી સરકારનું ગઠન પણ કરી લીધું, જેમાં કેટલાક આંતકવાદીઓ પણ સામેલ છે. અફઘાનિસ્તાનની સરકારમાં લગભગ 14 સભ્યો છે, જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરીષદની આંતકવાદી બ્લેક લીસ્ટમાં છે. આમાં કાર્યવાહક વડાપ્રધાન મુલ્લા હસન અને તેમના 2 પ્રતિનીધીઓ પણ સામેલ છે.
તાલિબાનના વિરુદ્ધ પાછલા કેટલાક દિવસોથી પંજશીર પ્રાંતમાં અહમદ મસૂદ અને અમરુલ્લાહએ તાલિબાન વિરૂદ્ધ મોરચો ખોલ્યો છે. શરૂઆતી દિવસોમાં તાલિબાન અને વિદ્રોહી ગ્રુપ વચ્ચે વાતચીત ચાલી હતી, પણ કોઈ નિરાકરણના મળ્યું, આ બાદ તાલિબાને પંજશીરમાં કબ્જો મેળવવા માટે અભિયાન શરૂ કર્યું.
પંજશીર અફઘાનિસ્તાનના નેશનલ રેજિસ્ટેંટ ફ્રન્ટનો ગઢ છે, જેનુ નેતૃત્વ દિવગંત ગુરિલ્લાહ કમાંડર અહમદ શાહ મસૂદના દિકરા અહમદ મસૂદ અને અમરુલ્લાહ સાલેહ કરી રહ્યા છે. તાલિબાન તે સમયે પંજશીર ખીણમાં કબ્જો નહોતુ કરી શક્યુ, જ્યારે તેણે 1996 થી 2001માં અફઘાનિસ્તાન પર સાશન કર્યું હતું.