યેરેવાનઃ અલગાવવાદી નાગોર્નો-કરબખ ક્ષેત્રમાં આર્મેનિયા અને અઝરબૈજાન દેશ વચ્ચે લડાઇ શરૂ થઈ ગઈ છે. જેમાં અત્યાર સુધીમાં 23 લોકોના મોત થયા છે. અમેરિકાએ બંને દેશોને શાંતિ જાળવવા અપીલ પણ કરી છે.
નાર્ગોનો-કરબાખ સેનાના ઉપપ્રમુખ અરતુર સરકિસિયાને જણાવ્યું કે આ લડાઈમાં 23 લોકોના મોત થયા છે. જ્યારે 100 કરતાં પણ વધારે લોકો ગાયલ થયા છે. જોકે હજી એ સ્પષ્ટ નથી થયું મૃતકોમાં કેટલા સૈનિકો છે અને કેટલા સામાન્ય નાગરિક.
આર્મીનિયાએ અઝરબૈજાનના બે હેલિકોપ્ટરને તોડી પાડ્યા છે અને ત્રણ તોપથી તેમના પર હુમલો પણ કર્યો હોવાનો દાવો કર્યો છે. પંરતુ અજરબૈજાનના રક્ષા મંત્રાલયે આ દાવાને નકાર્યો છે.
અઝરબૈજાનની સીમામા સ્થિત આર્મીનિયા જાતિના લોકોએ તે વિસ્તારમાં લડાઈ શરૂ કરી દીધી છે. જોકે, લડાઈ કયા કારણોસર થઈ તે અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી. જુલાઈમાં બંને પક્ષો વચ્ચે સંર્ઘષ થયા બાદ આ સૌથી મોટી લડાઈ છે. જુલાઈમાં થયેલા સંઘર્ષમાં 16 લોકોના મોત થયાં હતાં.
અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવએ ટીવીના માધ્યમથી જણાવ્યું કે આર્મીનિયાની બોમ્બમારીને કારણે અજરબૈજાનના સૈનિકો અને નાગરિકોને નુકસાન પહોંચાડ્યું છે. આથી વિશેષ તેમણે કોઈ માહિતી આપી નહી.