ETV Bharat / international

મ્યાનમારમાં સંઘર્ષ, પોલીસકર્મીઓએ ભારતનો આશરો લીધો - પોલીસકર્મીઓ

મ્યાનમારમાં સત્તાપલટ વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ વચ્ચે સુરક્ષા અધિકારીઓએ શુક્રવારે કહ્યું કે, મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને તેમના પરિવારો ભારત આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક અધિકારીએ કહ્યું હતું કે, મ્યાનમારમાં સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરનારાઓને ત્રાસ આપવામાં આવી રહ્યો છે.

મ્યાનમારમાં સંઘર્ષ, પોલીસકર્મીઓએ ભારતનો આશરો લીધો

author img

By

Published : Mar 22, 2021, 9:41 AM IST

  • ઘણા પોલીસકર્મીઓ હિંસાના ભાગીદાર બનવા માંગતા નથી
  • મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને તેમના પરિવારો ભારત આવ્યા છે
  • મ્યાનમારમાં સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરનારાઓને ત્રાસ આપવામાં આવી રહ્યો છે

મ્યાનમાર: સત્તાપલટ વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ વચ્ચે સુરક્ષા અધિકારીઓએ શુક્રવારે કહ્યું કે, મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને તેમના પરિવારો ભારત આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક અધિકારીએ કહ્યું હતું કે, મ્યાનમારમાં સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરનારાઓને ત્રાસ આપવામાં આવી રહ્યો છે.

264 લોકો મ્યાનમારથી ભારત આવી ચૂક્યા છે

સૈન્યની દમનકારી કાર્યવાહી વચ્ચે ઘણા પોલીસકર્મીઓ કે જેઓ આ હિંસાના ભાગીદાર બનવા માંગતા નથી તેઓ સરહદ પાર કરીને ભારતના ઉત્તર-પૂર્વી રાજ્ય મિઝોરમમાં આશ્રય લઈ રહ્યા છે. એક અધિકારીના જણાવ્યા મુજબ શુક્રવાર સુધીમાં 264 લોકો મ્યાનમારથી ભારત આવી ચૂક્યા છે. તેમાંથી 198 પોલીસ કર્મચારી અને તેમના પરિજનો છે.

આ પણ વાંચો: PLA મ્યાનમારમાં પોતાના સૈનિક મોકલશે?

એક અધિકારીએ કહ્યું કે, હું સૈન્યદંડ હેઠળ કામ કરવા માંગતો નથી

મ્યાનમારથી ભારત આવેલા એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે, મ્યાનમારથી ભારત આવવા પાછળનું એક કારણ એ પણ હતું કે હું સૈન્યદંડ હેઠળ કામ કરવા માંગતો નથી. બીજું કારણ એ છે કે, જો હું સૈન્યને છોડું છું અને જનતા સાથે જઈશ તો મને લાગે છે કે આપણે સૈન્ય સામેની આ લડાઇ જીતી શકીશું.

આ પણ વાંચો: મ્યાનમારમાં રાત્રી કર્ફ્યૂ, રેલી અને મેળાવડાઓ પર પ્રતિબંધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.