ETV Bharat / international

મોતિહારીમાં નિયોલ બોર્ડર સિક્યુરિટી સંદર્ભે ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેશન સમિતિ બેઠક યોજાઇ - ઇસ્ટ પંચારમ ન્યૂઝ

પરસ્પર સમાધાનને લઇને ફરીથી ભારત અને નેપાળના અધિકારીઓ (India Nepal Officers)એ એક ટેબલ પર આવવા લાગ્યા છે. ભારત-નેપાળ બોર્ડર સિક્યુરિટી (Indo Nepal Border Security)ને લઈને બન્ને દેશોની ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેશન કમિટીની બેઠક સંપન્ન થઈ હતી. જેમાં નો મેંસ લૈંડના અતિક્રમણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વાંચો અહેવાલ...

મોતિહારીમાં નિયોલ બોર્ડર સિક્યુરિટી સંદર્ભે ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેશન સમિતિ બેઠક યોજાઇ

author img

By

Published : Jul 28, 2021, 1:33 PM IST

  • ભારત અને નેપાળના અધિકારીઓ પરસ્પર સમાધાન માટે આવ્યા
  • ભારત-નેપાળ બોર્ડર ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેશન કમિટીની બેઠક મળી
  • ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેશન કમિટીની બેઠકમાં મેંસ લૈંડ પર અતિક્રમણ મુખ્ય મુદ્દો હતો

મોતિહારી : નેપાળમાં નવી સરકાર (New Government in Nepal)ની રચના પછી ફરીથી ભારત અને નેપાળના અધિકારીઓ પરસ્પર સમાધાન માટે એક ટેબલ પર આવવા લાગ્યા છે. ભારત-નેપાળ (Indo Nepal Border Security)ની સરહદ સુરક્ષાને લઈને બન્ને દેશોની જિલ્લા સંકલન સમિતિની બેઠક (District Coordination Committee) મોતિહારી કલેક્ટર કચેરી સ્થિત રાધાકૃષ્ણન ભવનના સભાગૃહમાં મળી હતી.

કપિલ અશોકની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેશન કમિટીની બેઠક મળી

ભારત-નેપાળ બોર્ડર ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેશન કમિટીની બેઠક ડીએમ (Motihari DM) શિર્ષત કપિલ અશોકની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં નો મેંસ લૈંડ પર અતિક્રમણ મુખ્ય મુદ્દો હતો. આ સિવાય અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બંજારિયા ઉપરાંત, ઔરૈયા ઇશ્નાથ નગરપાલિકા અને ભારતે બાંધેલી પિલર નંબર 347ની આજુબાજુની નો મેંસ લૈંડમાં 10 સ્થળોએ અતિક્રમણ ખાલી કરવાની સંમતિ આપી હતી.

આ પણ વાંચો : નેપાળી PMના નિવેદનથી હિન્દુઓને દુ:ખ પહોંચ્યું: BJP નેતા વિજય જોલી

સરહદ પર શાંતિ જાળવવાના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરાઇ

આ સિવાય બન્ને દેશોમાં આશરો લેનારા ગુનેગારોના મુદ્દાઓ, તસ્કરી અને સરહદ પર શાંતિ જાળવવાના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જટિલ મુદ્દાઓ પર પણ કરાર થયો હતો. આ બેઠકમાં ભારત અને નેપાળ વચ્ચે કેટલાક જટિલ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

સરહદી વિસ્તારના નાગરિકોના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પરસ્પર સંમત થયા

દ્વિપક્ષીય નિયમિત સંદેશાવ્યવહાર અને માહિતીના આદાન-પ્રદાન ઉપરાંત સરહદી વિસ્તારના નાગરિકો માટે નાગરિક શિક્ષણને પ્રોત્સાહન આપવા પર પરસ્પર સંમત થયા હતા. આ બેઠકમાં પૂર્વ ચંપારણ જિલ્લાના ડીએમ શિર્ષત કપિલ અને SP નવીનચંદ્ર ઝા સિવાય ભારત અને નેપાળના અનેક અધિકારીઓ, રૌહાત મુખ્ય જિલ્લા અધિકારી ઈન્દ્રદેવ યાદવ, નેપાળ રૌહાત પોલીસ અધિક્ષક સિદ્ધિ વિક્રમ સાહા સહિત સરકાર વતી હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : નેપાળના પીએમ ઓલી 15 ઓગસ્ટે કરી શકે છે પીએમ મોદી સાથે વાત

દેઉબા 12 જુલાઈએ સતત 5મી વખત વડાપ્રધાન બન્યા

નેપાળના નવનિયુક્ત વડાપ્રધાન શેર બહાદુર દેઉબા (Nepal Prime Minister Sher Bahadur Deuba) છે. નોંધપાત્ર વાત એ છે કે, સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ સાથે નેપાળમાં સંસદ પુન:શરૂ કરવામાં આવી, ત્યારબાદ દેઉબા 12 જુલાઈએ સતત 5મી વખત વડાપ્રધાન બન્યા અને 275 સદસ્યના ગૃહમાં તેમને 165 સભ્યોનો ટેકો મળ્યો. આ પહેલા દેઉબાએ 1995થી 199, 2001થી 2002, 2004થી 2005 અને 2017થી 2018 સુધી વડાપ્રધાન તરીકે કામ કર્યું હતું. દેઉબા આગામી દોઢ વર્ષ આ પદ પર રહેશે. કારણ કે, હાલની સંસદની મુદત માત્ર દોઢ વર્ષ બાકી છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.