- ચીનના સંરક્ષણ પ્રધાન જનરલ વી ફેંગાહી આજે નેપાળની મુલાકાતે
- વિદેશ મંત્રાલય દ્વારા અપાય હતી માહિતી
- સંરક્ષણ પ્રધાન નેપાળી આર્મી ચીફ જનરલ પૂર્ણ ચંદ્ર થાપને પણ મળશે
કાઠમંડુ: ચીનના સંરક્ષણ પ્રધાન જનરલ વી ફેંગાહી આજે (રવિવાર) નેપાળની મુલાકાતે આવશે અને દેશના ટોચનાં નેતૃત્વ ધરાવનારા વ્યક્તિની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે શનિવારના રોજ આ માહિતી આપી હતી. તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન, રાજ્યના કાઉન્સિલરના સૌજન્ય રૂપે રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી અને વડા પ્રધાન કેપી શર્મા ઓલીને મળશે.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ચીનના સંરક્ષણ પ્રધાન નેપાળી આર્મી ચીફ જનરલ પૂર્ણ ચંદ્ર થાપને પણ મળશે. ત્યાર બાદ તે બીજિંગ પરત ફરશે. ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાની નેપાળની બે દિવસીય મુલાકાત બાદ મંત્રાલયે આ જાહેરાત કરી હતી.
રાષ્ટ્રપતિ શી જિનપિંગે જણાવ્યું
આ વર્ષે ઓગસ્ટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું હતું કે, તેમણે ચીન-નેપાળ સંબંધોને વધુ મજબૂત કરવા પર ઘણો ભાર મૂક્યો છે અને તેઓ તેમના નેપાળી સમકક્ષ ભંડારી સાથે દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે ઉત્સુક છે.