નવી દિલ્હીઃ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ચીનમાંથી આયાત થતી PPE કીટનો ઉપયોગ બંધ કરવા કહ્યું છે. ICMRએ રેપિડ ટેસ્ટ કીટ ચીની કંપનીઓને પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. જે અંગે ચીનની કંપનીએ ચિંતા વ્યક્ત કરી છે.
ચીને મંગળવારે કહ્યું કે તે બે ચીની કંપનીઓ દ્વારા પુરી પાડવામાં આવેલી કોવિડ-19 રેપિડ ટેસ્ટિંગ કિટના મુલ્યાંકનના પરિણામને લઈ ચિંતિત છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ પણ તેનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. ચીને આશા વ્યક્ત કરી છે કે ભારત આ મુદ્દાને યોગ્ય રીતે ઉકેલશે.
સોમવારે આઈસીએમઆરે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ચીની કંપનીઓ ગુઆંગજો વોંડો બાયોટેક અને જુહાઈ લિવજોન ડાયગ્નેસ્ટિક કપંનીમાંથી ખરિદાયેલી પીપીઈ કિટનો ઉપયોગ બંધ કરવાનું છે.
આ મામલે ચીની દુતાવાસના પ્રવક્તા જી રોંગે કહ્યું કે અમે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ દ્વારા કરવામાં આવેલા મુલ્યાંકન પરિણામો અને નિર્ણય પર ચિંતા કરી રહ્યાં છે. તેમજ તેમણે વધુમાં કહ્યું કે ચીન નિકાસ કરવામાં આવીત તબીબી ઉત્પાદકોની ગુણવત્તા પર વધારે ભાર આપે છે.