ETV Bharat / international

ઇન્ડોનેશિયા-સિંગાપોરમાં ભૂકંપના આંચકા, ભારતની ધરતી પણ રાત્રે 4 વખત ધ્રુજી - ઇન્ડોનેશિયામાં ભૂકંપ

US એજન્સી યુએસજીએસના જણાવ્યાં અનુસાર, ગત મોડી રાત્રે ઇન્ડોનેશિયામાં અને સિંગાપોરમાં ભૂકંપના આંચકા આવ્યાં હતાં. જો કે, ભારતની ધરતી પણ રાત્રે 4 વખત ધ્રુજી હતી. સોમવારની રાતથી મંગળવાર સવાર સુધીમાં ભારતમાં ચાર વખત આંચકા અનુભવાયા હતાં.

Deep undersea earthquake widely felt in Indonesia, no damage
ઇન્ડોનેશિયા-સિંગાપોરમાં ભૂકંપના આંચકા, ભારતની ધરતી પણ રાત્રે 4 વખત ધ્રુજી
author img

By

Published : Jul 7, 2020, 11:48 AM IST

ઇન્ડોનેશિયા/સિંગાપોર: પૂર્વ એશિયાના દેશોમાં મોડી રાતના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. US એજન્સી યુએસજીએસ અનુસાર, મોડી રાત્રે ઇન્ડોનેશિયામાં ભૂકંપ તીવ્ર આંચકા અનુભવાયા હતાં. બીજી તરફ સિંગાપોરમાં પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો. જોકે, હજી સુધી કોઈ પણ પ્રકારની જાનહાની કોઈ માહિતી મળી નથી. તેમજ ત્સુનામીની ચેતવણી પણ આપવામાં આવી નથી. ઇન્ડોનેશિયામાં મોડી રાતે આવેલો ભૂકંપ 6..6ની તીવ્રતાનો હતો.

સિંગાપોરમાં મંગળવારે વહેલી સવારે 4.44 કલાકે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ-પૂર્વ સિંગાપોરથી 1102 કિમી દૂર હતું. ભૂકંપના જોરદાર આંચકાથી લોકો ડરી ગયા હતા. જેથી લોકો ઘરની બહાર નીકળી ગયા હતાં. જો કે, આ ભૂકંપને કારણે કોઈ નુકસાનના સમાચાર મળ્યાં નથી.

ગત રાતે ભારતમાં પણ ભૂકંપના આંચકા અમુભવાયા હતાં. જેમાં જમ્મુ-કાશ્મીરથી ઉત્તરાખંડ, લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ સુધી ભૂકંપ અનુભવાયો હતાં. સોમવારની રાતથી મંગળવાર સવાર સુધીમાં ભારતમાં ભૂકંપના આંચકા ચાર વખત અનુભવાયા હતા. સિસ્મોલોજીના નેશનલ સેન્ટર અનુસાર, ભારતના અરૂણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલમાં બપોરે લગભગ 1.33 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 4.4 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર અરુણાચલનું તવાંગ હતું.

આ સાથે જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં બપોરે 12.54 વાગ્યે 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેના થોડા સમય પછી રાત્રે લગભગ 1.03 વાગ્યે ઉત્તર કાશીમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો હતો. બપોરે 1.33 વાગ્યે કારગિલમાં 4.0.ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.