- નેપાળમાં રાજકીય સંકટના એંધાણ
- CPNએ પ્રધાનોને રાજીનામું આપવા કહ્યું
- પક્ષના નિર્ણયને માન્ય ન રાખતા પ્રધાનોને વ્યક્તિગત રીતે પત્ર લખાશે
કાઠમંડુ: નેપાળમાં પુષ્પન કમલ દહલ 'પ્રચંડ' ની આગેવાની હેઠળની સીપીએન (માઓવાદી કેન્દ્ર) પાર્ટીએ રવિવારે વડાપ્રધાન કેપી શર્મા ઓલી સરકારના પ્રધાનોને સામૂહિક રાજીનામું આપવા કહ્યું છે. આ બીજી વખત છે, જ્યારે નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટીના આ જૂથે ઓલી સરકારમાં તેના પ્રધાનોને પદ પરથી રાજીનામું આપવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો: નેપાળના વડા પ્રધાને સામ્યવાદી પાર્ટીના નેતા પુષ્પ કમલ દહલ 'પ્રચંડ'ના આરોપોને ફગાવ્યો
પક્ષના નિર્ણયને માન્ય ન રાખતા પ્રધાનોને વ્યક્તિગત રીતે પત્ર લખાશે
ગૃહ પ્રધાન થાપા અને ઉર્જા પ્રધાન રાયમાઝી સહિત સીપીએન (માઓવાદી કેન્દ્ર) સાથે સંકળાયેલા તમામ પ્રધાનો પક્ષના નિર્ણયને અનુસરવામાં અનિચ્છા દર્શાવી રહ્યા છે. સીપીએનની સેન્ટ્રલ કમિટીના સભ્ય ગણેશ શાહે કહ્યું હતું કે, પક્ષ સાથે જોડાયેલા પ્રધાનો રાજીનામું આપવા માટે અનિચ્છુક દેખાઈ રહ્યા છે, તેથી હવે પાર્ટી તેમને અંગત રીતે પત્ર લખશે. પક્ષના નેતાઓ અનુસાર, રવિવારની બેઠકમાં સરકારમાં પાર્ટીના કેબિનેટ પ્રધાનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: નેપાળના વડા પ્રધાન ઓલીને માઓવાદી કેન્દ્ર અને એનસીપી સામે આત્મવિશ્વાસ ?