જેનેવા: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. WHOની રિપોર્ટ મુજબ, ચીનની બહાર કોરોના વાયરસના 83 હજારથી પણ વધુ કેસ નોંધાયા છે. WHOની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ વિશ્વના 146 દેશોમાં ફેલાઇ ગયો છે. આ વાયરસથી વિશ્વમાં 6 હજાર 506 લોકોના મોત થયા છે.
છેલ્લા વર્ષે ડિસેમ્બરમાં ચીનના વુહાન શહેરમાં ખતરનાક કોરોના વાયરસનો પ્રકોપ ફેલાયો અને આ વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાઇ ગયો. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે જણાવ્યું કે, દેશમાં કોરોના વાયરસના 80 હજાર 860 કેસની ખાતરી કરવામાં આવી છે. આ વાયરસથી 3 હજાર 213 લોકોના મોત થયા છે.
ચીનની બહાર ઇટલીમાં સૌથી વધારે લોકો આ વાયરસથી પીડાઇ રહ્યા છે. ઇટલીમાં 24 હજાર 747 કેસ સામે આવ્યા છે. જેમાં મરનારા લોકોની સંખ્યા 1 હજાર 809 પહોંચી ગઇ છે.