હૈદરાબાદ: કૉવિડ-૧૯ અનેક દેશોમાં ફેલાઈ ગયો છે અને તેનો ચેપ દસ લાખ લોકોને લાગ્યો છે ત્યારે આપણે નવા કોરોના વાઇરસ વિશે ચાર બાબત જાણવા જેવી છે.
કૉવિડ-૧૯ ભારત અને વિશ્વને કેવી અસર કરી રહ્યો છે
કોરોના વાઇરસના તબલીઘી જમાત સાથેના જોડાણે ભારતમાં કેસોમાં જબર વધારો કર્યો છે અને ભારતમાં પોઝિટિવ કેસોની સંખ્યા 2,000થી ઉપર પહોંચી ગઈ છે.
પુષ્ટી થયેલા કેસોની કુલ સંખ્યા અત્યાર સુધી 2,069 થઈ છે તેમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતાએ જાહેર કરેલા આંકડા કહે છે. મહારાષ્ટ્ર 335 પુષ્ટ કેસો સાથે સૌથી અસરગ્રસ્ત રાજ્ય રહે છે. દેશની રાજધાનીમાં કુલ 219 પુષ્ટ કેસો છે.
વિશ્વ ભરમાં કોરોના વાઇરસના પુષ્ટ થયેલા કેસોએ 10 લાખનું ચિહ્ન વટાવી દીધું છે તેમ જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના નવા આંકડા કહે છે.
વિશ્વ ભરમાં નવા કોરોના વાઇરસના ચેપ હોવાનું કુલ 10,15,403 લોકોમાં નિદાન થયું છે, અને 53,030 લોકોનાં મૃત્યુ થયાં છે જ્યારે અન્ય 2,10,579 સાજા થયા છે, તેમ શિન્હુઆ સમાચાર સંસ્થાએ યુનિવર્સિટીના સેન્ટર ફૉર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ દ્વારા તાજા કરવામાં આવેલા આંકડાને ટાંકીને કહ્યું હતું.
અમેરિકામાં સૌથી વધુ કેસો નોંધાયા છે જે 2,45,213 છે. ત્યાં 5,983 લોકોનાં મૃત્યુ થયાં છે. ઈટાલીમાં કુલ 1,15,242 કેસ નોંધાયાં છે અને સૌથી વધુ મૃત્યુ ઈટાલીમાં 13,915 થયાં છે.
કેસોની સંખ્યાની રીતે સ્પેન 1,12,065 કેસો સાથે ત્રીજા ક્રમે છે જ્યારે મત્યુની રીતે તે ઈટાલી પછી બીજા ક્રમે 10,348 મૃત્યુ આંક સાથે છે.
કૉવિડ-૧૯: ભારત અને વિશ્વ પર અસર
'હૂ' શા માટે ખૂબ જ ચિંતિત છે?
તાજેતરનાં સપ્તાહોમાં મૃત્યુ આંક ખૂબ જ વધી ગયો જેમાં સૌથી વધુ જાનહાનિ સ્પેન અને ઇટાલીમાં થઈ છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ) ખૂબ જ ચિંતિત છે.
વૈશ્વિક આરોગ્ય આવરણ તરફ પ્રગતિના ક્રમમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ) દેશો માટે તેઓ તેમની જરૂરિયાતો અને આવશ્યકતાઓના આધારે તેમની પોતાની રાષ્ટ્રીય જરૂરી દવાઓની યાદીઓ વિકસાવીને જરૂરી દવા મેળવવાનું વિસ્તારી શકે તે માટે નવી વપરાશકાર માર્ગદર્શિકા લઈ આવ્યું છે.
'હૂ'ના કહેવા પ્રમાણે, વર્ષ 2030 સુધીમાં વૈશ્વિક આરોગ્ય આવરણ મેળવવા અને તે બધાને મળે તે માટે ઓછામાં ઓછા બે અબજ લોકોને વર્ષ 2030 સુધીમાં જરૂરી આરોગ્ય સેવાઓ મળે તે જરૂરી રહેશે.
વિશ્વ ભરમાં શોધ કરાયેલી નવી દવાઓની પેટન્ટ વધુમાં વધુ મેળવાઈ રહી છે અને તે વ્યાપક રીતે મેળવાઈ ન શકે તે માટે એકહથ્થુ કિંમતોથી જ પ્રાપ્ય છે તેથી જરૂરી સારવારો સાથે સંકળાયેલી બૌદ્ધિત સંપદાના પડકારોનો હલ કાઢવા જાહેર નીતિ પ્રતિભાવ જરૂરી છે.
દક્ષિણ કોરિયાએ વાઇરસને કાબૂમાં કેવી રીતે લાવ્યો?
દક્ષિણ કોરિયાએ પહેલા 30 કેસો સ્થિર અને કાળજીપૂર્વક હલ કર્યા પરંતુ જ્યારે 31મી કૉવિડ-19 દર્દીને ઓળખવામાં આવી ત્યારે પરિસ્થિતિ અચાનક બદલાઈ ગઈ.
વિશ્વ આર્થિક મંચના કૉવિડ કાર્ય દળની વર્ચ્યુઅલ બેઠકને સંબોધતાં દક્ષિણ કોરિયાના વિદેશ પ્રધાન કાંગ ક્યુઆંગ વ્હાએ કહ્યું, "તેના પછી તે વિસ્ફોટ પામ્યો. તેનો ફેલાવો અટકાવવો મુશ્કેલ બન્યું તે સમયે અમારી કટોકટીની સમજ યુરોપના અનેક દેશોની કટોકટીની સમજ જેવી જ હતી જેઓ આજે ચેપ સામે લડી રહ્યા છે- અસમંજસની સ્થિતિ."
૩૧મી દર્દી જેને અતિ ફેલાવનાર તરીકે પણ ઓળખવામાં આવે છે તેણે તેનું નિદાન થાય તે પહેલાં દાએગુ અને સિઓલ જેવાં ગીચ શહેરોમાં મુસાફરી કરીને મોટી સંખ્યામાં લોકોને ચેપ લગાડી દીધો.
દક્ષિણ કોરિયામાં ટેસ્ટિંગ ફરજિયાત બનાવી દેવાયું અને આના જેવા વધુ ઝડપથી ફરી રહેલા વાઇરસ સાથે તે સંપૂર્ણ મહત્ત્વનું બની ગયું. અત્યાર સુધીમાં ૩,૫૦,૦૦૦ કેસોમાં ટેસ્ટ કરાયા ્ને કેટલાક દર્દીઓ માટે, તેમને રજા અપાઈ તે પહેલાં અનેક વાર ટેસ્ટ કરાયા.
અમેરિકા, ઈટાલી, યુકેથી વિરુદ્ધ દક્ષિણ કોરિયા ઘર-વાસ (લૉકડાઉન) કર્યું નહીં. જોકે તેમાં કેટલીક શાળાઓ જરૂર બંધ કરી દેવાઈ.
કૉવિડ-19 અને ઋતુગત ફ્લુ: તફાવત
કૉવિડ-19, શરદી અને ફ્લુ શ્વાસને લગતી બીમારી છે જે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે. કૉવિડ-19 અને ફ્લુમાં કેટલાંક લક્ષણો એકસરખાં છે, પરંતુ ફ્લુનાં લક્ષણો ઝડપથી દેખાઈ જાય છે અને તેમાં ખૂબ જ વિવિધતા હોઈ શકે છે. પરંતુ કૉવિડ-૧૯થી ગંભીર બીમારી કે મૃત્યુ આવી શકે છે.