- ઓછામાં ઓછા 100પર્વતારોહણ અને સાથીઓ કોવિડ-19થી સંક્રમિત થયા છે
- લુકાસ ફર્ટનબાક એવરેસ્ટ પ્રવાસ અભિયાનને અટકાવનાર એકમાત્ર પ્રમુખ પર્વતારોહી હતો
- કોરોનાના એવરેસ્ટ બેઝ કેમ્પમાં ઘણા કિસ્સા હતા
કાઠમાંડૂ: વિશ્વનું સૌથી ઉંચા શિખર એવરેસ્ટ પર પણ કોરોના વાઇરસ ફેલાયો છે. પર્વતારોહણ નિષ્ણાતના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા 100પર્વતારોહણ અને સાથીઓ કોવિડ-19થી સંક્રમિત થયા છે, જો કે, નેપાળના અધિકારીઓએ તેનો ઇનકાર કર્યો છે.
આ પણ વાંંચોઃ માઉન્ટ એવરેસ્ટ પહોંચ્યો કોરોના, એક પર્વતરોહક થયો કોરોના સંક્રમિત
છ નેપાળી શેરપા માર્ગદર્શકનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો
ઓસ્ટ્રિયાના લુકાસ ફર્ટનબાક વાઇરસના ડરના કારણે ગયા અઠવાડિયે પોતાનો એવરેસ્ટ પ્રવાસ અભિયાનને અટકાવનાર એકમાત્ર પ્રમુખ પર્વતારોહી હતો. તેમણે શનિવારે કહ્યું હતું કે, તેમના વિદેશી માર્ગદર્શક અને છ નેપાળી શેરપા માર્ગદર્શકનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
બચાવ ટીમો, વીમા કંપનીઓ, ડોકટરો, પર્વતારોહણમાં સામેલ લોકો દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે
ફર્ટનબાકે નેપાળની રાજધાની કાઠમંડૂમાં એસોસિએટેડ પ્રેસને કહ્યું કે, 'હવે અમે બધા પુષ્ટિ થયેલા કેસો વિશે જાણીએ છે. બચાવ ટીમો, વીમા કંપનીઓ, ડોકટરો, પર્વતારોહણમાં સામેલ લોકો દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે. મારી પાસે સકારાત્મક મળેલા કેસોની સૂચિ છે, તેથી અમે તે સાબિત કરી શકીએ છે.
આ કેસની સંખ્યા 150 અથવા 200ની નજીક હોઈ શકે છે
તેમણે કહ્યું કે,' અમારી પાસે ઓછામાં ઓછા 100એવા લોકોની સૂચિ છે, જે બેઝ કેમ્પમાં કોવિડ માટે સકારાત્મક મળી આવ્યા છે. આ સંખ્યા 150 અથવા 200ની નજીક હોઈ શકે છે. ફર્ટનબાકે જણાવ્યું હતું કે, એવરેસ્ટ બેઝ કેમ્પમાં ઘણા કિસ્સા હતા, કારણ કે, તેમણે પોતે લોકોને બીમાર જોયા અને લોકોને તેમના તંબુમાંથી ખાંસી ખાતા સાંભળ્યા હતા.
કુલ 408 વિદેશી પર્વતારોહણોને એવરેસ્ટ પર ચઢવાની મંજૂરી અપાઇ હતી
આ સત્રમાં કુલ 408 વિદેશી પર્વતારોહણોને એવરેસ્ટ પર ચઢવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમની સાથે સેંકડો શેરપા અને સાથીઓ પણ રહે છે. જે એપ્રિલ મહિનાથી બેઝ કેમ્પમાં રહ્યા છે.
આ પણ વાંચોઃ સુરતની ‘બાઇકિંગ ક્વિન્સ’ પહોંચી એવરેસ્ટ બેઝ કેમ્પ
મહામારીના કારણે ગયા વર્ષે પર્વતારોહણ પર પ્રતિબંધ મૂકાયો હતો
નેપાળના પર્વતારોહણ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓએ જો કે, આ સત્રના બેઝ કેમ્પમાં પર્વતારોહણો અને સાથીઓના કોઈ સક્રિય કેસનો ઇનકાર કર્યો છે. મહામારીના કારણે ગયા વર્ષે પર્વતારોહણ પર પ્રતિબંધ મૂકાયો હતો.