નવી દિલ્હીઃ કોરોનાના (corona in china) વધતા જતા કેસોને પગલે ચીને ઝીરો કોવિડ પોલિસી (Zero covid policy) પર કામ કરવાનું આદરી દેવાયું છે, પરંતુ આ પોલિસી હેઠળ તે કોરોના સંક્રમિત લોકોની (corona infected in china) જીંદગી સાથે રમત રમી રહ્યું છે. તે સંક્રમિતોને એક મેટલના બોક્સમાં (Quarantine camp China) કેદ કરી રહ્યો છે. તેમણે આવા લાખો લોકોને કોરેન્ટાઈન કેમ્પમાં ધકેલયા છે. જેનો આ પ્રકારના અમાનવીય કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
-
Millions of chinese people are living in covid quarantine camps now!
— Songpinganq (@songpinganq) January 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
2022/1/9 pic.twitter.com/wO1cekQhps
">Millions of chinese people are living in covid quarantine camps now!
— Songpinganq (@songpinganq) January 9, 2022
2022/1/9 pic.twitter.com/wO1cekQhpsMillions of chinese people are living in covid quarantine camps now!
— Songpinganq (@songpinganq) January 9, 2022
2022/1/9 pic.twitter.com/wO1cekQhps
ચીનના કારનામાંનો વીડિયો થયો વાયરલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોશિયલ મીડિયા પર ચીનનો અમાનવીય હરકતોનો વાયરલ થયેલો વીડિયો દર્શાવે છે કે, તેણે લાખો લોકોને કોરેન્ટાઇન કેમ્પમાં રાખ્યા છે. તે જ સમયે, ઘણા સંક્રમીત દર્દીઓને મેટલ બોક્સમાં કેદ કરવામાં આવ્યા છે. આવતા મહિને ચીન વિન્ટર ઓલિમ્પિકની યજમાની કરવા જઈ રહ્યું છે. જેને લઈને તેણે અહીં પોતાની કડકાઈ વધારી દીધી છે.
જાણો પૃથ્વીનું નરક ક્યાં છે?
ચીનના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે, ત્યાં કડક પ્રતિબંધોના નામે નાગરિકો સાથે કેવા પ્રકારનું વર્તન કરવામાં આવે છે. આ એક પૃથવીના નરકથી ઓછું નથી. આ સાથે ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને પણ મેટલ બોક્સમાં રાખવામાં આવી રહ્યા છે, જ્યારે લોકો કોવિડથી સંક્રમિત થાય છે, ત્યારે તેને બે અઠવાડિયા સુધી આ બોક્સમાં કેદ કરવામાં આવે છે. જેમાં લાકડાના પલંગ અને શૌચાલય બનાવવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ્સમાં મહત્વનો ઉલ્લેખ
મીડિયા રિપોર્ટ્સમાં ઉલ્લેખ કરાયો છે કે, જો કોઈ વિસ્તારમાં એક કેસ પણ સંક્રમણનો આવે તો સમગ્ર વિસ્તારના લોકોને કોરેન્ટાઇન કરવામાં આવે છે અને તેમને બસોમાં ભરીને કેમ્પમાં લઈ જવામાં આવે છે. અહેવાલોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, સંક્રમિત લોકોને અડધી રાત્રે કહેવામાં આવે છે કે, તેઓએ ઘર છોડીને કોરેન્ટાઇન કેમ્પમાં તાત્કાલિક જવું પડશે.
જાણો ટ્રેક એન્ડ ટ્રેસ' એપ વિશે
સંક્રમિત અને તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને શોધી કાઢવા માટે ચીનની પણ કડક નીતિ છે. આ અંતર્ગત દરેક વ્યક્તિના મોબાઈલમાં 'ટ્રેક એન્ડ ટ્રેસ' એપ હોવી જરૂરી છે. આના દ્વારા, જ્યારે કોઈ વ્યક્તિ સંક્રમિત થાય છે, ત્યારે તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટ્રેસ કરીને કોરેન્ટાઇન કેમ્પમાં મોકલવામાં આવે છે.
આ પણ વાંચો:
India Corona Update :દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના બે લાખથી વધુ કેસ નોંધાયા
Corona case in kutch: કચ્છમાં કોરોનાની ઝપેટમાં વધુ 105 લોકો, જાણો કુલ એક્ટિવ કેસોનો આંકડો