નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાઈરસ મહામારીના કારણે હજારો લોકો કાળનો કોળિયો બની રહ્યાં છે. આ વાઈરસથી દુનિયાના 200 દેશમાં 26,367 લોકોનાા મોત થયાં છે.
કોરોના વાઈરસથી 5.74 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. દેશમાં આ વાઈરસને કારણે અત્યાર સુધીમાં 1,995 લોકોનાં મોત નીપજ્યાં છે.
ફ્રાન્સના ઉચ્ચ આરોગ્ય અધિકારી જેરોમ સલોમોને પત્રકારોને જણાવ્યું હતું કે, કોરોના વાઈરસથી દેશમાં 32,964 લોકોને ચેપ લાગ્યો છે. જ્યારે શુક્રવારે ઇટલીમાં એક જ દિવસમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા હતા. જેમાં આશરે એક હજાર મોતની સંભાવના છે.
લગભગ ત્રણ મહિના પહેલા બહાર આવેલા કોરોના વાઈરસને કારણે સ્પેનમાં 4,934 લોકોનાં મોત થયા હતા. જ્યારે ચીનમાં મૃતકોની સંખ્યા 3,292ને પાર પહોંચી ગઈ છે. આ વાઇરસથી વિશ્વના 200 દેશો અને પ્રદેશો પ્રભાવિત થયા છે.
નોંધનીય છે કે, કોરોના વાઈરસથી 1.29 લાખથી વધુ લોકો સંક્રમિત છે. જો કે, કેટલાક લોકો સ્વસ્થ પણ થયાં છે. વર્લ્ડોમીટરની (worldometer)ના રિપોર્ટ અનુસાર, વિશ્વભરમાં 3.98 લાખ લોકો કોરોના વાઈરસના લક્ષણોનો અનુભવ કરી રહ્યા છે. જે ચેપની કુલ સંખ્યાના 95 ટકા છે. જો કે, પાંચ ટકા લોકોને ગંભીર રીતે અસરગ્રસ્ત છે. ગંભીર દર્દીઓની સંખ્યા 21 હજારથી વધુ છે.