- WHOનાં મુખ્ય ડૉક્ટરે વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (WIV)ની મુલાકાત લીધી
- મુખ્ય ડૉક્ટરે જણાવ્યું કે વધુ તપાસની જરૂર છે
- કોરોના વાઈરસની ઉત્પતિ બાબતે તપાસ કરાઈ
બેઇજિંગ: ચીનનાં વુહાન શહેરમાં સ્થિત વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી (WIV)ની મુલાકાત લીધા પછીકોરોનાનાં ઉદભવની તપાસ કરનારી તજજ્ઞોનાં રીપોર્ટ પ્રસ્તુત કરતા WHOના મુખ્ય ડૉક્ટર ટી. એ. ગેબ્રેઇઝે જણાવ્યું કે આમાં વધુ તપાસની જરૂર છે. આ સાથે તેમણે U.S.A.નાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા આક્ષેપો પર ચર્ચાની તક છોડી દીધી છે.
આ પણ વાંચો : ફ્રેન્ચ વાઈરસના કેસ વધતા ICUમાં દર્દીઓની સંખ્યામાં ઉછાળો
કોરોના વાઈરસ લેબમાંથી બહાર નીકળવાની વાત અશક્ય- WHOનાં પ્રમુખ
ટ્રમ્પ દ્વારા ચીનનો પક્ષ લેવાનો આરોપ સહન કરેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના પ્રમુખે મંગળવારે જણાવ્યું હતું, "જોકે ટીમનું નિષ્કર્ષ છે કે લેબમાંથી લીક થવાની વાત અશક્ય છે. પરંતુ તેની વધુ તપાસ કરવાની જરૂર છે તથા તે માટે આમાં મોટી સંખ્યામાં નિષ્ણાતોને શામેલ કરવાની જરૂર છે, જેને હું પ્રદાન કરવા તૈયાર છું. '
આ પણ વાંચો : બ્રાઝિલના વિદેશ પ્રધાને કોરોના વેક્સિનની અછતના કારણે રાજીનામું આપ્યું
વાઈરસ લીક થવાની સંભાવનાને નકારી શકાય નહીં- WHOનાં પ્રમુખ
આક્ષેપોનો સામનો કરતાં કરતાં ચીને WHOનાં પ્રમુખ સાથે સારા સંબંધો વિકસાવ્યાં હતા. તેથી તેમની વધુ તપાસ કરવાની ઓફર ચીન માટે ઝટકો છે. મહત્ત્વની વાત એ છે કે, ચીન પર જીવલેણ વાઈરસથી સંબંધિત માહિતી છુપાવવાનો અને વુહાનમાં તેને નિયંત્રિત કરવામાં વિલંબ કરવાનો આરોપ મૂકાયો છે.
વાઈરસ લેબમાંથી નિકળ્યા હોવાનાં કોઈ પુરાવા નહીં
તજજ્ઞોનાં અહેવાલો અને તેના પર WHOનાં પ્રમુખની ટિપ્પણી પર પર પ્રતિક્રિયા આપતાં ચીનના વિદેશ મંત્રાલયનાં પ્રમુખ, હુઆ ચુનયિંગે જણાવ્યું કે, 'મને નથી લાગતું કે નિવેદનને ચોકસાઈથી ટાંકવામાં આવ્યું છે. કારણ કે જ્યાં સુધી હું જોઈ શકું છું, તજજ્ઞોએ કહ્યું હતું કે તેઓ લેબમાંથી વાઈરસ લીક સંભાવનાને સંપૂર્ણપણે નકારી શકતા નથી. પરંતુ તેમને આ માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા મળ્યાં નથી.
હુઆએ તજજ્ઞોની ટીમની ટિપ્પણી પર ભાર મૂક્યો
હુઆએ ચીનના જૂના વલણને પુનરાવર્તિત કર્યું કે, વાઈરસ ચીનની બહારથી આવ્યો છે અને મેરીલેન્ડના ફોર્ટ ડેટ્રોઇટમાં અમેરિકન બાયો લેબ પર આંગળી ચીંધી હતી. ચીને પહેલા જ કહ્યું છે કે, તજજ્ઞોએ પણ આ બાયો લેબની તપાસ કરવી જોઈએ. તેમણે કહ્યું, 'જો જરૂર પડે તો આપણે અન્યત્ર પણ અભ્યાસ કરવો જોઈએ અને અમે આશા રાખીએ છીએ કે જો જરૂર જણાય તો અન્ય દેશો પણ WHOનાં તજજ્ઞોની ટીમની સાથે જોડાય અને પારદર્શીતા સાથે સહયોગ કરે, જેમ ચીને કહ્યું અમારું માનવું છે કે આ દુનિયાના હિતમાં છે.