ETV Bharat / international

ઓહ... વિશ્વમાં સૌથી શક્તિશાળી સેના ચીનની છેઃ રિસર્ચ

હાલમાં જ એક રિસર્ચમાં એક ચોંકાવનારી બાબત સામે આવી છે. કારણ કે, આ રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વની સૌથી શક્તિશાળી સેના ચીનની છે. આ રિસર્ચ રક્ષા મામલાની એક વેબસાઈટે કર્યું છે. બીજા અને ત્રીજા સ્થાન પર ક્રમશઃ અમેરિકા અને રશિયા છે.

ઓહ... વિશ્વમાં સૌથી શક્તિશાળી સેના ચીનની છેઃ રિસર્ચ
ઓહ... વિશ્વમાં સૌથી શક્તિશાળી સેના ચીનની છેઃ રિસર્ચ
author img

By

Published : Mar 22, 2021, 3:01 PM IST

  • મિલિટ્રી ડિરેક્ટ નામની વેબસાઈટે કર્યું રિસર્ચ
  • 61 પોઈન્ટ સાથે ભારતીય સેના બીજા ક્રમાંકે
  • ચીનનું સૈન્ય બજેટ 261 અબજ ડોલર છે

આ પણ વાંચોઃ ભારત-ચીન સેના કમાન્ડરોની બેઠક યોજાઇ, વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ સ્તરના અધિકારીઓ જોડાયા

નવી દિલ્હીઃ રક્ષા મામલાની વેબસાઈટ મિલિટ્રી ડિરેક્ટ દ્વારા રવિવારે એક રિસર્ચ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ચીનની સેનાને વિશ્વની સૌથી શક્તિશાળી સેના બતાવવામાં આવી છે. જ્યારે ભારત ચોથા સ્થાન પર છે. આ રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, સેના પર મોટો ખર્ચ કરનારું અમેરિકા 74 પોઈન્ટની સાથે બીજા ક્રમાંકે છે. જ્યારે 69 પોઈન્ટ સાથે રશિયા ત્રીજા અને 61 પોઈન્ટ સાથે ભારત ચોથા ક્રમાંકે છે. આ સાથે જ 58 પોઈન્ટ સાથે ફ્રાન્સ પાંચમાં અને બ્રિટન 43 પોઈન્ટ સાથે નવમા સ્થાને છે.

ચીનની સેનાને 100માંથી 82 પોઈન્ટ મળ્યા

આ રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, બજેટ, સક્રિટ અને નિષ્ક્રિય સૈન્યકર્મીઓની સંખ્યા, વાયુ, સમુદ્રી, જમીની તથા પરમાણું સંશાધન, સરેરાશ વેતન અને ઉપકરણોની સંખ્યા સહિત વિભિન્ન તથ્યો પર વિચાર કર્યા બાદ સેનાની તાકાતનો સૂચકાંક તૈયાર કરવામાં આવ્યો છે. આમાં કહેવામાં આવ્યું છે કે, ચીન પાસે વિશ્વની સૌથી શક્તિશાળી સેના છે. ચીનની સેનાને 100માંથી 82 પોઈન્ટ મળ્યા છે.

આ પણ વાંચોઃ ચીને રક્ષા બજેટ 6.8 ટકા વધારીને 209 અબજ ડોલર કર્યું

અમેરિકા સેના પર સૌથી વધારે ખર્ચ કરતું હોવા છતાં બીજા ક્રમાંકે

આ રિસર્ચ અનુસાર, બજેટ, સૈનિકો અને વાયુ અને નૌસેના ક્ષમતા જેવી વસ્તુઓ પર આધારિત આ પોઈન્ટથી જાણવા મળ્યું છે કે, કોઈક કાલ્કનિક સંઘર્ષમાં વિજેતા તરીકે ચીન મોખરે છે. વેબસાઈટમાં જાણવા મળ્યું હતું કે, અમેરિકા વિશ્વમાં સેના પર સૌથી વધારે 732 અબજ ડોલર ખર્ચ કરે છે. ત્યારબાદ ચીન બીજા ક્રમાંકે એટલે કે ચીન 261 અબજ ડોલર અને ભારત 71 અબજ ડોલર ખર્ચ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.