ETV Bharat / international

કેનેડાએ ભારત-પાકિસ્તાનથી આવનારી ફલાઈટ પર લગાવ્યો પ્રતિબંધ

કેનેડાએ ભારત અને પાકિસ્તાનથી આવતા પ્રવાસીઓ પર 30 દિવસનો પ્રતિબંધ લગાવ્યો છે. કોવિડ -19 ના વધતા જતા સંક્રમણ વચ્ચે કેનેડિયન સરકારે આ નિર્ણય લીધો છે.

કેનેડાએ ભારત-પાકિસ્તાનથી આવનારી ફલાઈટ પર લગાવ્યો પ્રતિબંધ
કેનેડાએ ભારત-પાકિસ્તાનથી આવનારી ફલાઈટ પર લગાવ્યો પ્રતિબંધ
author img

By

Published : Apr 23, 2021, 10:37 AM IST

  • કેનેડાએ ભારત-પાકિસ્તાનથી આવનારી ફલાઈટ પર લગાવ્યો પ્રતિબંધ
  • બહારથી આવનારા 1.8 ટકા પ્રવાસીઓમાં કોરોનાની પુષ્ટિ
  • કાર્ગો એરક્રાફ્ટ રાબેતા મુજબ ચાલુ રહેશે

ટોરોન્ટોઃ કેનેડાએ કોરોના વાઈરસના વધતા જતા કેસો વચ્ચે ભારત અને પાકિસ્તાનથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. કેનેડિયન વહીવટીતંત્રે ભારત અને પાકિસ્તાનથી આવતા પ્રવાસીઓ પર 30 દિવસ માટે પ્રતિબંધ મૂક્યો છે. આ બંને દેશોમાંથી આવતા પ્રવાસીઓમાં કોવિડની પુષ્ટિ થઈ છે અને તેમની સંખ્યા વધારે છે.

આ પણ વાંચોઃ ફ્રાન્સમાં કોરોનાના કારણે 3 અઠવાડિયા સુધી સ્કૂલો બંધ રહેશે

ભારત અને પાકિસ્તાનથી આવતા પ્રવાસીઓમાં કોરોનાની પુષ્ટિ

પરિવહન પ્રધાન અલખબ્રાએ માહિતી આપી હતી કે, ભારત અને પાકિસ્તાનથી હવાઈ યાત્રા કરનારા પ્રવાસીઓમાં કોવિડ -19 ની પુષ્ટિ થઈ છે, તેથી મેં આગામી 30 દિવસ માટે ભારત અને પાકિસ્તાનથી આવતી તમામ વ્યાપારી અને ખાનગી પ્રવાસી ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે.

કાર્ગો એરક્રાફ્ટ રાબેતા મુજબ ચાલુ રહેશે

તેમણે વધુમાં કહ્યું કે, તે હંગામી ધોરણે લાગુ કરવામાં આવી રહ્યું છે અને ભવિષ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે આ કાર્ગો એરક્રાફ્ટ પર લાગુ થશે નહીં, જેથી જરૂરીયાતોને પહોંચી વળવા માટે રસી, પી.પી.ઇ કીટ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય કરી શકાય.

બહારથી આવનારા 1.8% પ્રવાસીઓ કોરોના પોઝિટિવ

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના ત્રણ લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ભારતમાં કોરોના સંક્રમણમાં ડબલ મ્યુટન્ટ્સ મળી રહ્યા છે. કેનેડાના આરોગ્ય પ્રધાન પટ્ટી હજડુએ જણાવ્યું હતું કે રાજ્યમાં બહારથી આવતા પ્રવાસીઓમાંથી 1.8 ટકા પ્રવાસીઓ કોરોના સંક્રમિત થયા હતા.

આ પણ વાંચોઃ ઇઝરાઇલે ભારત સહિત સાત દેશો માટે કોવિડને લઈ જાહેર કર્યું યાત્રા પરામર્શ

ડિસેમ્બર-20માં બ્રિટનથી આવતી ફ્લાઇટ્સ પર મૂક્યો હતો પ્રતિબંધ

તેમણે વધુમાં કહ્યું કે, કેનેડાની તમામ ફ્લાઇટ્સમાં કોરોના પોઝિટિવ દર્દીઓમાં ભારતીયોનો હિસ્સો 20 ટકા છે અને પાકિસ્તાની પ્રવાસીમાં પણ એવું જ છે. તેથી, આ બંને દેશોથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ ડિસેમ્બરમાં, કેનેડાએ બ્રિટનથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ પહેલા ગુરુવારે કેનેડિયન સંસદે સરકારને ભારત અને બ્રાઝિલ સહિત કોવિડ હોટસ્પોટ્સ બનેલા દેશોમાંથી આવતા વિમાનો પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.