- કરાચીમાં પાકિસ્તાની અર્ધસૈનિક બળે બનાવાયું નિશાન
- બલૂચ લિબરેશન આર્મીએ કરાવ્યો હતો બોમ્બ બ્લાસ્ટ
- કરાચીના ઓરંગી વિસ્તારમાં બાઈકમાં થયો બોમ્બ બ્લાસ્ટ
આ પણ વાંચોઃ ભરૂચના ઝઘડીયાની UPL કંપનીમાં બ્લાસ્ટ, 2ના મોત
કરાચીઃ પાકિસ્તાનના કરાચીમાં સોમવારે થયેલા એક વિસ્ફોટમાં પાકિસ્તાની અર્ધસૈનિક બળના એક જવાનનું મોત થયું હતું. જ્યારે અન્ય 10 ઈજાગ્રસ્ત થયા હતા. પ્રતિબંધિત બલૂચ લિબરેશન આર્મીએ આ હુમલો કર્યા હોવાની જવાબદારી લીધી છે. કરાચીના ભીડવાળા ઓરંગી વિસ્તારમાં આ હુમલો એક બાઈકમાં બોમ્બ લગાવીને કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ ઈક્વેટોરિયલ ગિનીમાં સૈન્યની લાપરવાહીથી બ્લાસ્ટ, 17 લોકોના મોત, 400થી વધુ ઈજાગ્રસ્ત
રેન્જર્સ સહિત 10 ઈજાગ્રસ્ત
રેન્જર્સનું એક વાહન જ્યારે આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે જ આ બ્લાસ્ટ થયો હતો. બલૂચ લિબરેશન આર્મીએ હુમલાની જવાબદારી લીધી છે. આ હુમલામાં રેન્જર્સ સહિત 10 ઈજાગ્રસ્ત થયા છે.