- હમાસ ફિલસ્તીનના લોકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરે છે
- ઇઝરાયલ અતિશય શક્તિનો ઉપયોગ કરી રહ્યું છે
- બોમ્બ ધડાકાના કારણે ગાઝાના લોકો પાસે સલામત સ્થળોએ જવા માટે બહુ ઓછી જગ્યાઓ બાકી છે
જેરુસલેમ: ઇઝરાયલ અને ઉગ્રવાદી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં બન્ને પક્ષો સંભવિત યુદ્ધ ગુનાના આરોપોનો સામનો કરી રહ્યા છે. ઇઝરાયલનું કહેવું છે કે, હમાસ ફિલસ્તીનના લોકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરે છે, જ્યારે વિવેચકોનું કહેવું છે કે, ઇઝરાયલ અતિશય શક્તિનો ઉપયોગ કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ ઇઝરાયલ યુએઇ વચ્ચે કરાર: સદીની સૌથી ઉત્તમ સમજૂતિ
હમાસે ઇઝરાયલ પર સેંકડો રોકેટ ચલાવ્યા છે
ખાસ કરીને યુદ્ધ વચ્ચે કોણ સાચું છે અને કોણ ખોટું, તે કહેવું હવે ખૂબ મુશ્કેલ છે. હમાસે ઇઝરાયલ પર સેંકડો રોકેટ ચલાવ્યા છે અને તેથી અન્ય ફિલસ્તીની જૂથોએ પણ એવું કર્યું છે, જે દર્શાવે છે કે, બન્ને તરફથી હવાઈ હુમલો થઈ રહ્યો છે.
ગાઝામાં નાના સાંકડા દરિયાકાંઠાના વિસ્તારમાં આશરે 20 લાખ લોકો રહે છે
આંતરરાષ્ટ્રીય કાયદો અસૈન્ય નાગરિક અથવા નાગરિક વિસ્તારોમાં અવિવેકપૂર્ણ બળના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે અને આમ તેલ અવીવ એપાર્ટમેન્ટ બ્લોકમાં રોકેટ ચલાવવું એ આ નિયમનો સીધો ઉલ્લંઘન છે. પરંતુ ગાઝામાં નાના સાંકડા દરિયાકાંઠાના વિસ્તારમાં આશરે 20 લાખ લોકો રહે છે, પરિસ્થિતિ વધુ ગંભીર છે. સાંકડી જગ્યા અને અવારનવાર બોમ્બ ધડાકાના કારણે ગાઝાના લોકો પાસે સલામત સ્થળોએ જવા માટે બહુ ઓછી જગ્યાઓ બાકી છે.
2007માં ગાઝા હમાસની સત્તા પર આવ્યું
2007માં ગાઝાનું હમાસની સત્તા પર આવ્યા પછી ઇઝરાયલ અને ઇજિપ્તે અહીં અવરોધો મુક્યા અને તે સ્થાનને અશક્ય રીતે છોડી દીધું હતું.
ઇઝરાયલ અને પશ્ચિમી દેશો હમાસને આતંકવાદી સંગઠન તરીકે જોવે છે
એક જમીની ચળવળ તરીકે હમાસ ફિલસ્તીની સમાજમાં સ્થાયી થયો છે અને તેના રાજકીય અભિયાન અને પરોપકારી અભિયાન તેને ગુપ્ત સશસ્ત્ર શાખાથી અલગ પાડે છે. ઇઝરાયલ અને પશ્ચિમી દેશો હમાસને આતંકવાદી સંગઠન તરીકે જોવે છે, પરંતુ તે ગાઝામાં એક પ્રકારની સરકાર ચલાવે છે અને લાખો લોકો તેની સાથે નોકર અને પોલીસ તરીકે કામ કરે છે, તેથી હમાસ સાથે જોડાયેલા રહેવાનો અર્થ એ નથી કે તે ફાઇટર છે. જોકે, ગાઝામાં એવા જૂથો પણ છે જે હમાસનો વિરોધ કરે છે.
આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે 2014માં ઇઝરાયલ અને ફિલસ્તીન દ્વારા સંભવિત યુદ્ધ ગુનાઓની તપાસ શરૂ કરી હતી
આ વર્ષની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે 2014માં ઇઝરાયલ અને ફિલસ્તીન દ્વારા સંભવિત યુદ્ધ ગુનાઓની તપાસ શરૂ કરી હતી. જે તેમની વચ્ચેનું છેલ્લું યુદ્ધ છે. એવું લાગે છે કે, બન્ને પક્ષ લગભગ સમાન વ્યૂહરચના અપનાવે છે.
ફ્રાંસ સ્વિટ્ઝર્લેન્ડ પર હુમલો કરે તો સ્વિસ લોકોને જિનેવાની રક્ષા કરવા માટે પ્રતિબંધ નથી
જિનેવા એકેડેમી ઇન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન લો એન્ડ હ્યુમન રાઇટ્સના પ્રોફેસર માર્કો સસોલી કહે છે કે, ઉગાહરણના રૂપમાં સમજીએ તો ફ્રાંસ સ્વિટ્ઝર્લેન્ડ પર હુમલો કરે તો સ્વિસ લોકોને જિનેવાની રક્ષા કરવા માટે પ્રતિબંધ નથી. આમાં સ્વિસ સૈનિકોને પણ સામેલ કરવા, તોપખાનાના સ્થાનોને જિનેવાની પાછળ પણ તૈનાત કરવા સામેલ છે. આંતરરાષ્ટ્રીય કાનૂન સંઘર્ષ દરમિયાન દરેક પક્ષ પર લાગુ પડે છે. ફ્રાન્સ જિનેવામાં લડી શકે છે.
આ પણ વાંચોઃ હમાસે 5 મિનિટમાં ઇઝરાયલ પર 137 રોકેટ ઉડાડ્યા, હુમલામાં ભારતીય મહિલાની થઇ હત્યા
સંઘર્ષમાં ગાઝામાં 200 લોકોના મોત થયા હતા
ઇઝરાયલના ટીકાકારોએ તેમના પર અસંગત બળનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. વિવેચકો કહે છે કે, એકબાજુથી અઘોષિત પરમાણુ શક્તિ વિસ્તારમાં સૌથી મજબૂત સેના સાથે ઉગ્રવાદી સંગઠન વિરુદ્ધ યુદ્ધ કરી રહ્યું છે. જેની પાસે લાંબા વિસ્તાર માટેના રોકેટ નથી અને જેના રોકેટને ઇઝરાયલમાં મિસાઇલ રોધી રક્ષા ઉપકરણ રસ્તામાં જ પાડી નાંખે છે. ચાલુ સંઘર્ષમાં ગાઝામાં 200 લોકોના મોત થયા હતા, જેમાંથી અડધી મહિલાઓ અને બાળકો છે. જ્યારે ઇઝરાયલમાં 10 લોકોની મોત થઇ છે, પરંતું તેમાંથી એકને છોડીને બધા અસૈન્ય છે.