એક અધિકારીએ કહ્યું છે કે, અલકાયદા તરફથી દક્ષિણ એશિયા વિસ્તારમાં આતંક ફેલાવવા માટે નિમાયેલો ચીફ આતંકવાદી અસીમ ઉમર અમેરિકા અને અફઘાનિસ્તાનની સંયુક્ત રેડમાં ઠાર મરાયો છે. આ કાર્યવાહી સપ્ટેમ્બરમાં દક્ષિણી અફઘાનિસ્તાનમાં સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવી હતી, પરંતુ તેની ખરાઇ 8 ઓક્ટોબરના કરવામાં આવી છે.
અફઘાનિસ્તાન નેશનલ ડાયરેક્ટરેટ ઓફ સિક્યુરીટી(NDS)નું કહેવું છે કે, ઉમર પાકિસ્તાની હતો પરંતુ અમુક રિપોર્ટ પ્રમાણે તેનો જન્મ ભારતમાં થયો હતો. 2014થી તેના આગમન બાદ તે ભારતમાં અલકાયદાની આતંકી પ્રવૃત્તિઓને વેગ આપી રહ્યો હતો. 23 સપ્ટેમ્બરના મુસા કાલા જિલ્લામાં તાલિબાનના એક ઠેકાણા પર અમેરિકન-અફઘાન સંયુક્ત રેડમાં તેને ઢાળી દેવાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.