- પાકિસ્તાને જી-20ના 14 દેશો પાસેથી 80 કરોડ ડોલરની દેવાની રાહત મેળવી
- વિશ્વના સૌથી ધનિક દેશોનું 25.4 અબજ ડોલરનું દેવું પાકિસ્તાન પાસે હતું બાકી
ઇસ્લામાબાદ: પાકિસ્તાને જી-20ના 14 દેશો પાસેથી 80 કરોડ ડોલરની દેવાની રાહત મેળવી હતી, જેના એક અઠવાડિયા પછી એડીબીએ જાહેરાત કરી હતી કે, આ વર્ષના ઓગસ્ટ મહિના સુધી વિશ્વના સૌથી ધનિક દેશોનું 25.4 અબજ ડોલરનું દેવું પાકિસ્તાન પાસે બાકી હતું.
એડીબીના પ્રિન્સિપલ પબ્લિક મેનેજમેન્ટ નિષ્ણાંત હિરણ્ય મુખોપાધ્યાયે કહ્યું કે, નિકાસ વૈવિધ્યતામાં સુધારો કરવામા આવશે. એડીબીના પબ્લિક મેનેજમેન્ટ નિષ્ણાંતે એક નિવેદનમાં કહ્યું, "કોવિડ -19 એ પાકિસ્તાનને એ સમયે નુકસાન પહોંચાડ્યું છે. જ્યારે તે આર્થિક સુધારણાના પોઇન્ટ પર હતું. પરંતુ સ્થિરતા સુનિશ્ચિત કરવાના સરકારના પ્રયાસોના પરિણામો જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું કે, એડીબીનો કાર્યક્રમ પાકિસ્તાનની નિકાસ સ્પર્ધાત્મકતામાં સુધારો કરશે, જે તેની ચાલુ ખાતાની ખોટને સુધારવામાં મદદ કરશે.