- 1954માં ચીનના વડાપ્રધાન ઝાઉ-એન-લાઇએ ભારતની મુલાકાત લીધી હતી. ભારત અને ચીને એક સંયુક્ત નિવેદન ઉપર હસ્તાક્ષર કર્યા હતા અને શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વના સિંધ્ધાંતની તરફેણ કરી હતી. એ જ વર્ષે ભારતના વડાપ્રધાન નહેરૂએ ચીનની મુલાકાત લીધી હતી. પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાની સ્થાપના થઇ ત્યારબાદ કોઇ બિન-સમાજવાદી દેશના વડા તરીકે ચીનની મુલાકાત લેનાર નહેરૂ પ્રથમ વડાપ્રધાન હતા.
- 1955માં ચીનના વડાપ્રધાન ઝાઉ-એન- લાઇ અને ભારતના વડાપ્રધાન નહેરૂએ ઇન્ડોનેશિયાના બાડુંગ શહેરમાં 29 દેશોની યોજાયેલી એશિયન-આફ્રિકન કોન્ફરન્સમાં ભાગ લીધો અને બાડુંગ પરિષદને મૈત્રિ, એકતા અને સહકારનો જુસ્સો હોવાની સંયુક્ત જાહેરાત કરી હતી, વકીલાત કરી હતી.
- 1962માં સરહદોના પ્રશ્ને સર્જાયેલા મતભેદોના કારણે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં તિરાડ પડી.
- 1976માં ભારત અને ચીને રાજદૂત કક્ષાના સંબંધો પુનઃસ્થાપ્યા અને ધીમે ધીમે રાજદ્વારી સંબંધો સુધાર્યા.
- 1988માં ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીએ ચીનની મુલાકાત લીધી હતી અને બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય બનાવવાની પહેલ કરી હતી. બંને દેશોએ સરહદોના મુદ્દે સર્જાયેલા મતભેદોના ઉકેલ માટે બંને દેશોને સ્વિકાર્ય હોય એવો કોઇ ઉપાય શોધી કાઢવા સંમતિ દર્શાવવા ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ દ્વિપક્ષીય સંબંધો વિકસાવવાની આશા-અપેક્ષા દર્શાવી હતી.
- 1991માં ચીનના વડાપ્રધાન લિ પેંગે ભારતની મુલાકાત લીધી હતી. દાયકાઓ બાદ બંને દેશો વચ્ચે વડાપ્રધાન કક્ષાની પરસ્પર મુલાકાતો ફરીથી શરૂ કરાઇ.
- 1992માં ભારતના રાષ્ટ્રપતિ આર. વેકંટરામને ચીનની મુલાકાત લીધી હતી. ભારતની આઝાદી બાદ ચીનની મુલાકાત લેનાર તે પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ હતા.
- 1993માં ભારતના વડાપ્રધાન પી. નરસિંહ રાવે ચીનની મુલાકાત લીધી. ભારત-ચીનના સરહદી વિસ્તારોમાં ખેંચાયેલી વાસ્તવિક અંકુશ રેખા ઉપર સુલેહ-શાંતિ જાળવવા ભારતની સરકાર અને ચીનની સરકાર વચ્ચે કરાર થયા.
- 1996માં ચીનના રાષ્ટ્રપતિ જીયાંગ ઝેમિને ભારતની મુલાકાત લીધી. બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થપાયા બાદ ભારતની મુલાકાત લેનાર તે ચીનના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. બંને દેશઓએ 21મી સદી તરફ પ્રગતિ કરાવે એવી સહકારલક્ષી રચનાત્મક ભાગીદારી સ્થાપવા સંમતિ દર્શાવી હતી. તે ઉપરાંત ભારત-ચીનના સરહદી વિસ્તારોમાં આવેલા વાસ્તવિક અંકુશ રેખા અંગે લશ્કરી ક્ષેત્રે વિશ્વાસનું વાતાવરણ ઉભું કરતાં પગલાં લેવા બાબતે કરાર થયો હતો.
- 2000માં ભરત-ચીન વચ્ચેના રાજદ્વારી સંબંધોના 50 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે યોજાયેલા એક સમારંભમાં ભાગ લેવા ભારતના રાષ્ટ્રપતિ કે. આર. નારાયણે ચીનની મુલાકાત લીધી હતી.
- 2002ની સાલમાં ચીનના વડાપ્રધાન ઝૂ રોંગજીએ ભારતની મુલાકાત લીધી હતી, અને બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહકાર અને આદાન-પ્રદાનની પ્રવૃત્તિને વધુ પ્રોત્સાહન આપવા અને પરસ્પરનો વિશ્વાસ અને સમજણને વધારવા સંમતિ દર્શાવી હતી.
- 2003ની સાલમાં ભારતના વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ ચીનની મુલાકાત લીધી હતી અને ભારત-ચીનના સંબંધો બાબતે સર્વગ્રાહી સહકાર અને સિધ્ધાંતો અંગેના જાહેરનામા ઉપર હસ્તાક્ષર કર્યા હતા. તદઉપરાંત બંને દેશો વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદના ઉકેલ માટે વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે અવાર-નવાર મિટિંગો યોજાય એવી કોઇ વ્યવસ્થા ઉભી કરવા સંમતિ દર્શાવી હતી.
- 2005ની સાલમાં ચીનના વડાપ્રધાન વેન ઝિયાબોએ ભારતની મુલાકાત લીધી હતી. ભારત અને ચીને સંયુક્ત નિવેદન ઉપર હસ્તાક્ષર કર્યા હતા અને બંને દેશોની શાંતિ અને સમૃધ્ધિ માટે વ્યૂહાત્મક અને સહકારયુક્ત ભાગીદારી સ્થાપવાની જાહેરાત કરી હતી. ભરત-ચીન વચ્ચેની સરહદોના મુદ્દે સર્જાયેલી મડાગાંઠના ઉકેલ માટે માર્ગદર્શક સિધ્ધાંતો અને રાજકીય માપદંડોના કરાર ઉપર હસ્તાક્ષર કરવાની બાબતને આવકારી હતી.
- 2006ની સાલમાં ચીનના રાષ્ટ્રપતિ હૂ ઝીન તાઓએ ભારતની મુલાકાત લીધી હતી અને બંને દેશો વચ્ચે સહકારયુક્ત અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા દસ પાંખીયો વ્યૂહ ઘટી કાઢવાની જાહેરાત કરતી સંયુક્ત જાહેરાત ઉપર હસ્તાક્ષર કર્યા હતા.
- 2008ની સાલમાં ભારતના વડાપ્રધાન ડો. મનમોહનસિંઘે ચીનની મુલાકાત લીધી હતી અને બંને દેશોએ “21મી સદી તરફ પ્રગતિ કરાવે એવા એકસમાન વિઝન” (દીર્ઘદૃષ્ટિ) ઉપર સંમતિ દર્શાવી હતી.
- 2010ના મે મહિનામાં ભારતના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે ચીનની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત સાથે બંને દેશો વચ્ચે શરૂ થયેલા રાજદ્વારી સંબંધોના 60 વર્ષ પૂરા થયા તેનો જોગ-સંજોગ સર્જાયો હતો. એ જ વર્ષે ડિસેમ્બરમાં ચીનના વડાપ્રધાન વેન ઝિયાબોએ ભારતની મુલાકાત લીધી હતી અને બંને દેશોએ એક સંયુક્ત નિવેદન ઉપર હસ્તાક્ષર કર્યા હતા.
- 2011ની સાલ “ભારત-ચીન વચ્ચે આદાન-પ્રદાનનું વર્ષ “ બની રહ્યું હતું. બંને દેશોએ લોકો પ્રત્યક્ષ રીતે સામ-સામે હોય એવી અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરતી શ્રેણીબધ્ધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું, અને “ભારત-ચીનના સાંસ્કૃતિક સંપર્કોનો ઉલ્લેખ કરતાં એક એન્સાઇક્લોપીડિયા”નું સંયુક્ત રીતે પાલન કરવાની ખાતરી આપતા આવેદનપત્ર ઉપર હસ્તાક્ષર કર્યા હતા. 500 ભારતીય યુવાનોને સમાવતા એક પ્રતિનિધિમડળે ચીનની મુલાકાત લીધી હતી.
- 2012ની સાલ “ભારત-ચીન વચ્ચેની મિત્રતા અને સહકારનું વર્ષ“ બની રહ્યું હતું. ચીનની રાષ્ટ્રપતિ હૂ ઝીન તાઓ બ્રિક્સ દેશોના ચોથા શીખર સંમેલન દરમ્યાન અને જાળવી શકાય એવા વિકાસના વિષય ઉપર યુનાઇટેડ નેશન્સમાં યોજાયેલી કોન્ફરન્સ દરમ્યાન ચીનના વડાપ્રધાન વેન ઝીયાબો ભારતના વડાપ્રધાન ડો. મનમોહનસિંઘને મળ્યા હતા. ચીનના 500 યુવકોના બનેલા પ્રતિનિધિમંડળે ભારતની મુલાકાત લીધી હતી.
- 2013ની સાલના માર્ચ મહિનામાં દક્ષિણ આફ્રિકાના ડર્બન શહેરમાં યોજાયેલા બ્રિક્સ દેશોના પાંચમા શીખર સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ સી ઝીન પિંગે ભારતના વડાપ્રધાન મનમોહનસિંઘને મળ્યા હતા. મે મહિનામાં ચીનના વડાપ્રધાન લિ કે કિંયાગે ભારતની મુલાકાત લીધી હતી અને બંને દેશોએ એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. ઓક્ટોબર મહિનામાં ભારતના વડાપ્રધાન ડો. મનમોહનસિંઘે ચીનની મુલાકાત લીધી હતી.
- 2014ની સાલ “ભારત-ચીન મૈત્રિ આદાન-પ્રદાન વર્ષ“ બની રહ્યું હતું. સપ્ટેમ્બર મહિનામાં ચીનના રાષ્ટ્રપતિ સી ઝીન પિંગે ભારતની મુલાકાત લીધી હતી એટલું જ નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય એવા ગુજરાતની પણ મુલાકાત લીધી હતી. બંને દેશોએ વિકાસલક્ષી ઘનિષ્ઠ ભાગીદારી ઉભી કરવાની જાહેરાત કરતાં સંયુક્ત નિવેદન ઉપર હસ્તાક્ષર કર્યા હતા. એ જ વર્ષે બ્રિક્સ દેશોના છઠ્ઠા શીખર સંમેલન દરમ્યાન ચીનના રાષ્ટ્રપતિ સી ઝીન પિંગે અને મ્યાનમારમાં પૂર્વ એશિયા સહકાર વિષય ઉપર યોજાયેલી રાષ્ટ્રાધ્યક્ષોની મિટિંગ દરમ્યાન વડાપ્રધાન લિ કે કિયાંગ ભારતના વડાપ્રધાન મોદીની મુલાકાત લીધી હતી.
- 2015માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રપતિ સી ઝીન પિંગના ગૃહરાજ્ય એવા ઝીયાન પ્રાંતની મુલાકાત લીધી હતી. એ જ વર્ષે ઉફા ખાતે યોજાયેલા બ્રિક્સ દેશોના સાતમા શીખર સંમેલન દરમ્યાન ચીનના રાષ્ટ્રપતિ સી ઝીન પિંગે અને મલેશિયા ખાતે પૂર્વ એશિયા સહકાર વિષય ઉપર યોજાયેલી રાષ્ટ્રાધ્યક્ષોની મિટિંગ દરમ્યાન વડાપ્રધાન લિ કે કિયાંગ ભારતના વડાપ્રધાન મોદીની મુલાકાત લીધી હતી. કૈલાશ-માનસરોવરની યાત્રાએ જતાં ભારતના સત્તાવાર યાત્રાળુઓ માટે ઝિંયાંગ સુધી જતા માર્ગ વચ્ચે આવતા નાથુ લા ઘાટને ખુલ્લો મૂકવાનો ચીને નિર્ણય કર્યો હતો. ભારતે ચીનમાં ભારતીય પ્રવાસન વર્ષની ઉજવણી કરી હતી.
- 2016માં ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ચીનની મુલાકાત લીધી હતી. ચીનના હેંગઝોઉ ખાતે યોજાયેલા બ્રિક્સ દેશોના જી-20 દેશોના શીખર સંમેલનમાં હાજરી આપવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનની મુલાકાત લીધી હતી તે વેળાએ થોડો સમય કાઢીને ચીનના રાષ્ટ્રપતિ સી ઝીન પિંગને મળ્યા હતા. ભારતના ગોવા ખાતે યોજાયેલા બ્રિક્સ દેશોના આઠમા શીખર સંમેલનમાં ભાગ લેવા આવી પહોંચેલા ચીનના રાષ્ટ્રપતિએ પણ થોડો સમય ફાળવીને ભારતીય વડાપ્રધાન મોદીની મુલાકાત લીધી હતી. ચીને ભારતમાં ચાઇનીઝ પ્રવાસન વર્ષની ઉજવણી કરી હતી.
- 2017માં ચીનના રાષ્ટ્રપતિ સી ઝીન પિંગે અસ્તાના ખાતે યોજાયેલી એસસીઓ પરિષદમાંથી થોડો સમય કાઢીને વડાપ્રધાન મોદીની સાથે મિટિંગ કરી હતી. ચીનના ઝીયામેન ખાતે યોજાયેલા બ્રિક્સદેશોના સંમેલનમાં ભાગ લેવા ચીન ગયેલા વડાપ્રધાન મોદીએ થોડો સમય કાઢીને ચીનના રાષ્ટ્રપતિ સી ઝીન પિંગની સાથે બેઠક કરી હતી.
- 2018માં ચીનના રાષ્ટ્રપતિ સી ઝીન પિંગે વડાપ્રધાન મોદી સાથે ચીનના વુહાન ખાતે એક અનૌપચારિક બેઠક કરી હતી. તેઓએ રાષ્ટ્રિય વિકાસ અને સ્થાનિક તેમજ વિદેશ નીતિ સંબંધી તેઓની દીર્ઘદૃષ્ટિ અને વૈશ્વિક અને દ્વિપક્ષીય મહત્વ ધરાવતા અતિ મહત્વના, લાંબી મુદતના અને વ્યૂહાત્મક મુદ્દાઓ ઉપર ઉંડાણપૂર્વકની ચર્ચા કરી હતી અને એક વ્યાપક સર્વસંમતિ ઉપર પહોંચ્યા હતા. અનૌપચારિક મિટિંગોથી બંને નેતાઓ વચ્ચેના વૈચારિક આદાન-પ્રદાનનો એક નવો જ આદર્શ ઉભો થયો હતો જે આગળ જતાં દ્વિપક્ષીય સંબંધોના ઇતિહાસમાં એક સીમાચિહ્ન બની રહ્યો હતો. એજ વર્ષે કિંગડાઓ ખાતે યોજાયેલા એસસીઓ સંમેલનમાં ભાગ લેવા વડાપ્રધાન મોદીએ ચીનની મુલાકાત લીધી હતી અને થોડો સમય ફાળવીને ચીનના રાષ્ટ્રપતિ સી ઝીન પિંગની મુલાકાત લીધી હતી. તે વર્ષના અંત ભાગમાં બ્રિક્સ દેશોના દસમા સંમેલનમાં અને આર્જેન્ટિનાના બુએનોસ એસ ખાતે યોજાયેલા જી-20 દેશોના સંમેલન દરમ્યાન ફરીથી બંને નેતાઓ એકબીજાને મળ્યા હતા.
- 2019માં બીજીવાર વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ સી ઝીન પિંગ વચ્ચે ચેન્નાઇ ખાતે એક અનૌપચારિક બેઠક મળી હતી જેમાં વુહાન ખાતે સધાયેલી સર્વસંમતિનો દૃઢપુનરોચ્ચાર કરાયો હતો અને વિકાસ માટે ઘનિષ્ઠ ભાગીદારી ઉભી કરવા, વ્યૂહાત્મક સંદેશાવ્યવહાર વધારવા અને વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય રીતે પરસ્પર લાભ થાય એવો સહકાર ઉભો કરવા અને બંને દેશોની સંસ્કૃતિ વિશે પરસ્પર જ્ઞાનની આપ-લે કરવા તથા તે અંગેની માહિતીઓને અગાઉથી જ એકબીજાને પૂરા પાડવા સંમતિ સધાઇ હતી. એજ વર્ષે બિસ્કેક ખાતે યોજાયેલા એસસીઓ સંમેલન અને બ્રિક્સ દેશોના 11માં સમેલન દરમ્યાન રાષ્ટ્રપતિ સી ઝીન પિંગે વડાપ્રધાન મોદીની મુલાકાત લીધી હતી.
ભારત અને ચીન વચ્ચેના 70 વર્ષના રાજદ્વારી સંબંધો
ઘટનાઓની ટૂંકી અનુક્રમણિકા 1 એપ્રિલ, 1959ના રોજ ભારત અને ચીન બંને વચ્ચેના રાજદ્વારી સંબંધો સ્થપાયા. પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના સાથે સંબંધો વિકસાવનાર ભારત પ્રથમ બિન-સમાજવાદી દેશ હતો. તે સમયથી હિંદી-ચીની ભાઇ ભાઇના સૂત્રો ગૂંજતા થયા હતા. ત્યારબાદના સમયગાળામાં દ્વિપક્ષીય રીતે થયેલાં આદાન-પ્રદાનની સંખ્યાબંધ કહાનીઓ ઇતિહાસમાં જોવા મળશે.
ભારત અને ચીન