કાબુલ: ગત અઠવાડિયે અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં લગભગ 291 અફઘાન સૈનિકો માર્યા ગયા હતા અને 550 ઘાયલ થયા હતા. 2001ના યુ.એસ.ના આક્રમણ પછી એક અઠવાડિયામાં દેશમાં સુરક્ષાદળોની આ સૌથી મોટી સંખ્યાને જાનહાની થઈ છે. શુક્રવારે સરકારે આ માહિતી આપી હતી.
રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જાવિદ ફૈસલે જણાવ્યું હતું કે, તાલિબાનોએ 32 પ્રાંતોમાં 422 હુમલાઓ કર્યા હતા, જેમાં અફઘાન રાષ્ટ્રીય સંરક્ષણ અને સુરક્ષા દળના 291 સભ્યો માર્યા ગયા હતા અને 550 અન્ય ઘાયલ થયા હતા.
NSC કાર્યાલયના એક અલગ નિવેદનમાં કહેવામાં આવ્યું કે, "19 વર્ષોમાં છેલ્લો અઠવાડિયો સૌથી ઘાતક રહ્યું હતું." છેલ્લા અઠવાડિયા દરમિયાન, 42 નાગરિકો પણ માર્યા ગયા હતા અને 100થી વધુ ઘાયલ થયા હતા.
એક અઠવાડિયામાં સુરક્ષા દળો દ્વારા આટલી મોટી સંખ્યામાં જાનહાનિ એવા સમય પર થઇ છે જ્યારે સરકાર અને તાલિબાન વચ્ચે સંવાદ શરૂ થવાનું હતું.
આ વાર્તા તાલિબાન આતંકવાદીઓ અને યુએસ વચ્ચેના કરાર હેઠળ થશે.