ઢાકાઃ કોવિડ-19નો પહેલો કેસ દક્ષિણ બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થીઓની શિબિરોમાં નોંધાયો છે. આ શિબિરોમાં 10 લાખથી વધુ શરણાર્થીઓ રહે છે. રેફ્યુજી અફેર્સ કમિશનર, મહેબૂબ આલમ તાલુકદારે ગુરુવારે કહ્યું કે, રોહિંગ્યા સમુદાયના એક વ્યક્તિ અને કોક્સબજાર જિલ્લામાં રહેતા અન્ય એક વ્યક્તિને ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે, ત્યારબાદ તેમને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.
આ ગીચ શિબિરોમાં કોરોના વાઈરસ ફેલાવાની શક્યતાઓ વધી જાય છે. આ શિબિરમાં એક ઝૂંપડી 10 વર્ગ મીટરની છે, જેમાં 12 લોકો એક સાથે રહે છે.