પનામા સિટીની એક જેલમાં થયેલા ગોળીબારમાં 12 કેદીઓના મોત થયા હતા. 12 જેટલા કેદીઓ ઈજાગ્રસ્ત થયા હતા, પરંતુ આ ઘટનામાં કોઈ પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા નથી.
આ ગોળીબાર જેલના એક બ્લોકમાં થયો હતો. આ બ્લોકમાં એક જ ગેન્ગ લોકોને રાખવામાં આવ્યા હતા.
પનામા સિટીની લા જોયિતા જેલમાં હથિયારોની તસ્કરી કરવા માટે લાવવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે 5 પિસ્તોલ અને 3 રાયફલ જપ્ત કરવામાં આવી છે.
નેશનલ પોલીસના સહાયક નિદેશક અલેક્સ મુનોજના જણાવ્યા મુજબ, આ સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે. ઘણી રીતે જેલમાં હથીયારો પહોચાડવામાં આવે છે.
ગૃહ વિભાગનાં જણાવ્યા મુજબ, ગોળીબારમાં કોઈ ગાર્ડ કે જેલના કર્મચારી ઈજાગ્રસ્ત થયા નથી કે ના કોઈ જેલમાંથી ફરાર થયું છે.