કોલંબો: શ્રીલંકાના નૌકા દળે 11 ભારતીય માછીમારોની ધરપકડ કર્યાની માહિતી નૌસેનાના વરિષ્ઠ અધિકારીએ આપી છે.
શ્રીલંકાની નૌસેનાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, માછીમારોને શનિવારે અલાનાથિવુ દ્વીપના ઉત્તર તટ પરથી પકડી પાડ્યા છે અને તેમની ત્રણ બોટ પણ કબ્જામાં લીધી છે. શ્રીલંકાના નૌસેનાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, માછીમારો અને તેમની બોટ તટીય સંરક્ષણ વિભાગ થકી જાફના, મત્સ્ય નિર્દેશાલયને સોંપી દેવાશે.
મહિનાથી કરાઈ રહે દેખરેખના કારણે શ્રીલંકાના સમુદ્રી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માછલી પકડનારા ભારતીય માછીમારોમાં ઘટાડો નોંધાયો છે.