હ્યુસ્ટન: ટેક્સાસ રાજ્યના ઑસ્ટિન શહેરમાં બ્લેક લાઇવ્સ મેટરના વિરોધ પ્રદર્શન દરમિયાન ગોળીબારમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ઑસ્ટિન સ્થિત કેવીયુઇ ટીવી સ્ટેશનના અહેવાલ મુજબ, આ અકસ્માત શનિવારે રાત્રે 9.52 વાગ્યાની આસપાસ ઇસ્ટ સ્ટ્રીટ અને કોંગ્રેસ એવન્યુ પાસે બન્યો હતો.
પોલીસ અધિકારી કેટરિના રેટક્લિફે જણાવ્યું હતું કે એક વ્યક્તિને ગોળી મારીને ઘાયલ કરવામાં આવ્યો હતો, તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને થોડા સમય પછી મૃત જાહેર કર્યો.
તેમણે કહ્યું, "પ્રારંભિક અહેવાલો મૂજબ મૃતક એર રાઇફલ લઇને ઉભો હતો, અને શંકાસ્પદ વાહન તરફ આગળ વધી રહ્યો હતો, દરમિયાન તેમાં બેઠેલા શંકાસ્પદ વ્યક્તિએ તેને ગોળી મારી દીધી હતી. શકમંદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
શહેરના કેએક્સએન-ટીવીએ જણાવ્યું હતું કે, પ્રદર્શન દરમિયાન ફાયરિંગનો અવાજ સાંભળીને ટોળાએ ચીસો પાડવાની શરૂ કરી દીધી હતી.
ઑસ્ટિન પોલીસ વિભાગે કહ્યું કે આ મામલે પ્રાથમિક તપાસ કરવામાં આવી છે.