ETV Bharat / international

WHO ચીનના હાથની 'કઠપૂતળી' છે: ડોનાલ્ડ ટ્રમ્પ

author img

By

Published : May 19, 2020, 2:34 PM IST

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર મહામારીને લઇને વિશ્વ સ્વાસ્થય સંગઠન પર નિશાન સાધ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, WHO ચીનના હાથની કઠપૂતળી છે. તમને જણાવીએ તો ટ્રમ્પે પહેલા જ કોરોના મહામારીને લઇને વિશ્વ સ્વાસ્થય સંગઠન પર આર્થિક પ્રતિબંધ લગાવી ચૂક્યા છે.

Etv Bharat, Gujarati News, China, WHO, Covid 19, Donald Trump
Donald Trump

વૉશિંગ્ટનઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) પર એકવાર ફરીથી હુમલો કર્યો છે અને કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રનું આ સ્વાસ્થય વિભાગ ચીનના હાથની કઠપૂતળી છે.

ટ્રમ્પે દાવો કર્યો હતો કે, જો તેણે ચીનથી મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો ન હોત, તો કોરોના વાઇરસથી દેશમાં વધુ લોકોના મોત થયા હોત, જેનો આરોગ્ય એજન્સી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને જણાવ્યું હતું. જો તે યોગ્ય રીતે જણાવ્યું છે તો તેઓ ચીન કેન્દ્રિત છે. પરંતુ તે ફક્ત ચીનના હાથમાં કઠપૂતળી છે.

ટ્રમ્પે એક પ્રશ્નના જવાબમાં કહ્યું, "મને લાગે છે કે તેણે ખૂબ ખરાબ કામ કર્યું છે". અમેરિકા તેમને દર વર્ષે 450 મિલિયન ડોલર આપે છે. ચીન તેમને વર્ષે $ 38 મિલિયન ચૂકવે છે.

ટ્રમ્પે કહ્યું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જાન્યુઆરીના અંતમાં ચીનથી મુસાફરી પર પ્રતિબંધ મુકવાની વિરુદ્ધ હતા.

તેમણે કહ્યું, WHO તેની વિરુદ્ધ હતું. તેઓ મારા પ્રતિબંધની વિરુદ્ધ હતા. તેઓએ કહ્યું કે તમને તેની જરૂર નથી, તે ખૂબ વધારે અને કડક છે પણ તે ખોટું સાબિત થયું.

ટ્રમ્પે કહ્યું કે, રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને ડેમોક્રેટિક પાર્ટીના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન પણ આ પ્રતિબંધની વિરુદ્ધ હતા.

વધુમાં તેમણે કહ્યું, આળસુ જઇ બિડેને પણ એવું જ કહ્યું હતું. તેણે કહ્યું કે હું વિદેશીઓને ધિક્કારું છું. આ એવું કહેવામાં આવ્યું કારણ કે મેં કહ્યું હતું કે ચીનથી આવતા લોકો દેશમાં પ્રવેશ કરી શકતા નથી. તમે આપણા દેશમાં બહુ જલ્દી પ્રવેશ કરી શકતા નથી અને બિડેને કહ્યું કે હું વિદેશીઓને ધિક્કારું છું.

ટ્રમ્પે કહ્યું કે, જો મેં પ્રતિબંધ ન લગાડ્યો હોત, તો આ દેશ હજારો વધુ જીવ ગુમાવી ચૂક્યો હોત. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રતિબંધ હતો. લોકોને પ્રતિબંધ વિશે વાત કરવાનું પસંદ નથી, પરંતુ તે ખૂબ મહત્વનું હતું.

રાષ્ટ્રપતિએ દાવો કર્યો કે, તેમના સિવાય કોઈ પણ આ પ્રતિબંધ લાદવા માંગતા ન હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.