વૉશિંગ્ટન: કેટલાક લોકોના મનમાં સવાલ ઉભો થાય છે કે, અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પાછળ ‘270’નું શું ચક્કર છે. આ એક જાદુઈ સંખ્યા અને ગાણિતિક રમત છે. જે ઈલેક્ટોરલ કોલેજના રુપમાં નક્કી કરે છે કે, આગામી 4 વર્ષ સુધીમાં વ્હાઈટ હાઉસમાં કોણ બેસેશે.ઈલેક્ટોરલ કોલેજના મહત્વ પર જઈએ તો આ અંકના મહત્વનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે, 2016માં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટનને અંદાજે 29 લાખથી વધુ મત મળ્યા હતા, તેમ છતાં તે ચૂંટણી હારી હતી. આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રંપે જીત મેળવી હતી કારણ કે, અમેરિકી સંવિધાનના ઈલેક્ટોરલ કોલેજ રુપી વ્યવસ્થાના આંકડામાં તેમણે સફળતા મળી હતી.
ઈલેક્ટોરલ કોલેજમાં બહુમતનો જાદુઈ આંકડો
આ જાદુઈ સંખ્યા રુપી વ્યવસ્થામાં અમેરિકાના રાષ્ટ્રપતિ બનેલા કોઈ પણ ઉમેદવારને ઈલેક્ટોરલ કોલેજના ઓછામાં ઓછા 270 મતો જરુરી હોય છે.આ દેશના 50 રાજ્યોના 538 સભ્યો ઈલેક્ટોરલ કોલેજમાં બહુમતનો જાદુઈ આંકડો છે. જાદુઈ આંકડો 270 વોટનો છે. રાષ્ટ્રપતિ એ જ બનશે જે 538 ઈલેક્ટોરલ મતોમાંથી ઓછામાં ઓછા 270 મત મેળવશે.
કેલિફોર્નિયા રાજ્યમાં 55 ઈલેક્ટોરલ કોલેજ મત
દરેક રાજ્યમાં અલગ-અલગ સંખ્યામાં ઈલેક્ટોરલ કોલેજ મત ફાળવેલા છે. જેના આધાર પર નક્કી કરવામાં આવ્યું કે, પ્રતિનિધિ સભામાં તેમના કેટલા સભ્યો છે. જેમાં 2 સીનેટરને પણ જોડવામાં આવે છે. કેલિફોર્નિયા રાજ્યમાં 55 ઈલેક્ટોરલ કોલેજ મત છે. ત્યારબાદ ટેક્સાસમાં 38 મત છે. જે ઉમેદવાર ન્યૂયોર્ક અથવા ફ્લોરિડમાં જીત મેળવી શકે છે. તે 29 ઈલેક્ટોરલ કોલેજ મતો સાથે 270નો જાદુઈ આંકડા સાથે આગળ વધે છે. ઈલિનોઈસ અને પેન્સિલ્વાનિયામાં આ રીતે 20-20 મત છે. ત્યારબાદ ઓહાયોમાં મતોની સંખ્યા 18, જૉર્જિયા અને મિશિગનમાં 16 તેમજ નૉર્થ કૈરોલાઈના રાજ્યમાં આ રીતે મતોની સંખ્યા 15 છે.
ટ્રમ્પની પાસે આ જાદુઈ આંકડા
ટ્રમ્પની પાસે આ જાદુઈ આંકડા પાસે પહોંચવાના અનેક રસ્તાઓ છે, પરંતુ તેમના માટે સર્વશ્રેષ્ઠ રસ્તો ફ્લોરિડા અને પેનસિલ્વાનિયામાં જીતનો છે. જો તે બંન્ને રાજ્યોમાં જીત મેળવે છે અને નૉર્થ કૈરોલીના અને એરિજોના જૉર્જિયા અને ઓહાયામાં સરસાઈ મેળવે છે. તો ટ્રમ્પની જીત નક્કી છે. ફ્લોરિડા ટ્રમ્પ માટે મહત્વપૂર્ણ રાજ્ય છે. જ્યાં 29 ઈલેક્ટોરલ કોલેજ મત છે. જો આ રાજ્યમાં તેમને હાર મળે છે. તો તે બીજી વખત હાઉસ પહોંચવાનું તેમનું સપનું અધુરું રહેશે.
બાઈડને ફ્લોરિડા પર ખુબ ધ્યાન આપ્યું
રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડને મધ્ય પશ્ચિમ રાજ્યોમાં કામ આપ્યું છે. તેમને મિશિગ્ન, વિસ્કૉન્સિન અને પેન્સિલ્વાનિયા જેવા રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જ્યાં 2016માં ટ્રમ્પને ઝટકો લાગ્યો હતો. બાઈડને ફ્લોરિડા પર ખુબ ધ્યાન આપ્યું છે. જ્યાં જો ડેમોક્રેટિક પાર્ટી તરફ મત પડ્યા છે તો ટ્રમ્પ ચૂંટણી હારી શકે છે.