અમેરિકા અને ઇરાન વચ્ચે તંગદિલી વધતાની સાથે જ અમેરિકાએ ઇરાનમાં ફરજ બજાવતાં અમેરિકન અધિકારીઓને પરત બોલાવી લીધા છે. અમેરિકાના ન્યૂયોર્ક ટાઇમ્સે અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ થવા અંગેનો અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. આ અહેવાલને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફગાવી દીધો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, અમેરિકાના સુરક્ષા અધિકારી ઇરાન સાથે બાથ ભીડવા મધ્ય પૂર્વમાં લગભગ 1.20 લાખ સૈનિકોને મોકલવા અંગેનો વિચાર કરી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર, અમેરિકાએ પોતાના શસ્ત્રો સરંજામ જેવા કે, યુએસએસ આરલિંગટન અને યુએસએસ અબ્રાહમ લિંકન જેવી મિસાઇલ પશ્ચિમ એશિયા ક્ષેત્રોમાં મુકી દીધી છે. અમેરિકાના રક્ષા સલાહકારે પહેલા જ નિવેદન આપ્યું કે, ઇરાન અમેરિકા સાથે યુદ્ધ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઇરાન આક્રમણ કરવાની શંકાને કારણે પશ્ચિમ એશિયામાં પૈટ્રિયટ મિસાઈલો મુકવામાં આવી છે. જ્યારે અમેરિકાના વિદેશપ્રધાન માઇક પોમ્પિયોએ અમેરિકી સૈનિકોની સુરક્ષાની સમીક્ષા કરવા માટે ઇરાનનો પ્રવાસ કર્યો હતો.