વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મહાભિયોગ મામલામાં મહત્વની ભૂમિકા ભજવનાર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર લેફ્ટનન્ટ કર્નલ એલેકજેંડર વિન્ડમેને બુધવારે સેનામાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે ટ્રમ્પ પર ડરાવી ધમકાવી અને બદલાની કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો હતો.
અટોર્ની ડેવિડ પ્રેસમેન તરફથી જણાવવામાં આવ્યું છે કે વિન્ડમેન(45) 21 વર્ષ કરતા વધારે સેવા આપ્યા બાદ સેના છોડી રહ્યાં છે. કારણ કે, જે સંસ્થાઓમાં તેમણે જવાબદારીપુર્વક કામ કર્યુ છે ત્યાં તેમનુ ભવિષ્ય સીમિત રહ્યુ.
એક નિવેદનમાં જણાવાયું છે કે, ધમકી અને બદલો આપવાની ઝુંબેશ દ્વારા અમેરિકન રાષ્ટ્રપતિએ લેફ્ટનન્ટ કર્નલ વિન્ડમેનને કાયદાનું પાલન કરવા અથવા રાષ્ટ્રપતિને ખુશ કરવા વચ્ચે પસંદગી માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ તેમને તેમના શપથને માન આપવા અથવા તેની કારકીર્દિ બચાવવા, તેની બઢતીની સુરક્ષા કરવા અથવા તેના સાથી સૈનિકોની બઢતી વચ્ચે બે માંથી એક પસંદ કરવા દબાણ કર્યું હતુ.
એક અધિકારીએ જણાવ્યું હતું કે વિન્ડમેનનું નામ સંરક્ષણ પ્રધાન માર્ક એસ્પરને આ વર્ષની શરૂઆતમાં બઢતી માટે મોકલવામાં આવ્યું હતું, પરંતુ વ્હાઇટ હાઉસે વિન્ડમેનની તપાસ કરવાનું કહ્યું હોવાથી તે યાદી અઠવાડિયા સુધી મોડી પડી હતી.