ETV Bharat / international

ભારતને મદદ કરવા અમેરિકી સંસાધનો ભારત પહોંચાડવામાં આવશેઃ US સંરક્ષણ પ્રધાન - ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ

ભારતમાં કોરોનાના કેસ દરરોજ 3 લાખથી વધુ આવી રહ્યા છે. આ સાથે જ ભારતની સ્થિતિ વણસી ગઈ છે. તેવા સમયે ભારતની મદદ કરવા માટે અનેક દેશ સામે આવ્યા છે. હવે આમાં અમેરિકાનું નામ પણ ઉંમેરાયું છે. અમેરિકા ભારતને જોઈએ એ તમામ મદદ કરવા તૈયાર છે.

ભારતને મદદ કરવા અમેરિકી સંસાધનો ભારત પહોંચાડવામાં આવશેઃ US સંરક્ષણ પ્રધાન

author img

By

Published : Apr 26, 2021, 11:32 AM IST

  • ભારતમાં કોરોનાના કેસનો આંકડો 3 લાખને પાર
  • વિકટ પરિસ્થિતિમાં અમેરિકા ભારતની મદદે આવ્યું
  • અમેરિકાના સંરક્ષણ પ્રધાને ભારતની મદદ કરવા આપ્યા નિર્દેશ
  • ભારતની મદદ માટે અમેરિકી સંસાધનો ભારત પહોંચાડાશેઃ ઓસ્ટિન

વોશિંગ્ટન (અમેરિકા): અમેરિકાના સંરક્ષણ પ્રધાન ઓસ્ટિન લોઈડે સંરક્ષણ વિભાગના મુખ્યાલય પેંટાગનને ભારતની મદદ કરવા નિર્દેશ આપ્યા છે. ઓસ્ટિન લોઈડે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોના વાઈરસ સામે લડાઈ લડી રહેલા આરોગ્યકર્મીઓને જોઈતી તમામ મદદ પૂરી પાડવામાં આવે. રાષ્ટ્રપતિ જો બાઈડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ભારતમાં કોરોના વાઈરસની બીજી લહેરને ધ્યાનમાં રાખી ભારતની મદદ કરવાનું કહ્યું છે. આ સાથે જ ભારતમાં આરોગ્ય સંકટને પહોંચી વળવા માટે અમેરિકી સંસાધનોની પણ મદદ ભારતને પહોંચાડવામાં આવશે.

આ પણ વાંચોઃ અમેરિકા: ભારતને મદદ કરવા બાઈડન પર વધ્યું દબાણ, સોશિયલ મીડિયા પર ભારતીયોએ અભિયાન શરૂ કર્યુ

સંરક્ષણ વિભાગનો દરેક કર્મચારી ભારતીય સહયોગીઓ સાથે છેઃ US

ઓસ્ટિને રવિવારે કહ્યું હતું કે, સંરક્ષણ વિભાગનો દરેક કર્મચારી મહિલા હોય કે પુરુષ એ તમામ જરૂરિયાતના આ સમયમાં પોતાના ભારતીય સહયોગીઓ સાથે છે. ભારતની આ લડાઈમાં અમે ભારત સાથે છીએ. ઓસ્ટિન બાઈડન સરકારના પહેલા ઉચ્ચ સ્તરીય અધિકારી છે, જેમણે ગયા મહિને ભારતની યાત્રા કરી હતી.

આ પણ વાંચોઃ કોરોના સામેની લડાઈમાં અમે ભારતની સાથે છીએઃ અમેરિકા

ભારતની મદદ કરવા અમેરિકા વિવિધ સંસાધનોની ખરીદી કરી રહ્યું છે

ઓસ્ટિને વધુમાં ઉમેર્યું હતું કે, તેમણે સંરક્ષણ વિભાગને ભારતના ફ્રન્ટલાઈન વોરિયર્સના કર્મચારીઓ પ્રતિ એકતા દેખાડવા માટે તેમના સંશોધનથી જોઈતી તમામ મદદ પૂરી પાડવોનો નિર્દેશ આપ્યો છે. અમે લોકો વર્તમાનમાં અમે વિવિધ સંસાધનોની ખરીદી પણ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.