ETV Bharat / international

ટ્રમ્પે વેન્ટીલેટર્સ બનાવવા માટે લાગુ કર્યો ડિન્ફેન્સ પ્રોડક્શન કાયદો, જરૂરિયાતમંદને મળશે મદદ - અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કોરોના વાઈરસ સામે ઝંઝૂમી રહેલા મિત્ર દેશમાં વેન્ટીલેટર્સ ઉપલબ્ધ કરાવવાની તૈયારી દર્શાવી છે.

trump
trump
author img

By

Published : Mar 28, 2020, 10:30 AM IST

વૉશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કોરોના વાઈરસના વધતા જતાં કેસોને કારણે દેશમાં જીવન બચાવનાર વેન્ટિલેટરની તંગીને ધ્યાનમાં રાખીને વૉરટાઇમ ડિફેન્સ પ્રોડક્શન એક્ટ લાગુ કર્યો છે.

આ કાયદાના કારણે હવે ઓટો મોટર્સ જનરલ મોટર્સને વેન્ટિલેટર બનાવવાની ફરજ પડશે. ટ્રમ્પે કહ્યું કે કાર કંપની સાથે ભાવની વાટાઘાટો કરવામાં થોડો સમય લાગ્યો છે. પરંતુ હવે આ પ્રક્રિયામાં સહેજ સમય નહીં વેડફાશે નહીં.

ટ્રમ્પે આ અંગે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે, તેમણે રાષ્ટ્રપતિના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં આરોગ્ય અને માનવ સેવા સચિવને સંરક્ષણ પ્રોડક્શન એક્ટ હેઠળ સંઘીય કરારને વેન્ટિલેટર સ્વીકારવા, અમલમાં મૂકવા અને પ્રાધાન્ય આપવાની મંજૂરી આપવા અને વેન્ટિલેટર માટે જનરલ મોટર્સને નિર્દેશ આપતા હતા.

વેન્ટિલેટર બનાવવા અંગે વાત કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, વેન્ટીલેટર બનાવવા જીએમ સાથેની અમારી વાટાઘાટો સફળ રહી હતી. વાઈરસ સામેની અમારી લડતમાં આ કરાર પર કામ શરૂ કરવાની તાતી જરૂરિયાત છે. પરંતુ જીએમ સમયનો બગાડ કરી રહ્યા હતા. આજના નિર્ણયથી વેન્ટિલેટરના વહેલા ઉત્પાદનની ખાતરી કરવામાં આવશે, જે અમેરિકનોના જીવનને બચાવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.