- કોરોના વાઈરસના કારણે પ્રભાવિત થયેલા લોકોને થશે ફાયદો
- આ રાહત પેકેજથી અમેરિકાની અર્થવ્યવસ્થાને પણ મળશે વેગ
- રાષ્ટ્રપતિ બન્યા બાદ બાઈડને પહેલી વખત કોઈ બીલ પર હસ્તાક્ષર કર્યા
આ પણ વાંચોઃ અમેરિકા નવા એજન્ડાના માર્ગ પર
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને 19 ખરબ અમેરિકી ડોલરના રાહત પેકેજ પર હસ્તાક્ષર કરી દીધા છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, આ રાહત પેકેજથી કોરોના વાઈરસના કારણે સમસ્યાનો સામનો કરી રહેલા લોકો અને ધંધાર્થીઓને મદદ મળશે. આ સાથે જ અર્થવ્યવસ્થાને પણ પ્રોત્સાહન મળશે.
આ પણ વાંચોઃ અમેરિકામાં ટ્રમ્પના લીગલ ઇમિગ્રેશનના પ્રતિબંધને જો બાઈડને હટાવ્યો
અત્યાર સુધી કોરોનાના કારણે અમેરિકામાં 5.29 લાખના મોત
જો બાઈડને રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી પહેલી વખત રાષ્ટ્રને પોતાના પ્રાઈમ ટાઈમ સંબોધન આપવાથી કેટલાક કલાક પહેલા જ રાહત પેકેજના બીલ પર હસ્તાક્ષર કર્યા છે. જોકે, હાલમાં અમેરિકામાં કોરોના વાઈરસ મહામારીના કારણે 5.29 લાખથી વધુ લોકોના મોત થઈ ગયા છે. ઓવલ કાર્યાલયમાં આ બીલ પર હસ્તાક્ષર કરતા બાઈડને આ બીલને ઐતિહાસિક ગણાવ્યું હતું.