આજની આ બેઠક ભારત અમેરિકાના સંબંધ ઉજાગર કરતી બેઠક જોવા મળી હતી. મોદીએ કહ્યું હતું કે હ્યુસ્ટન આવવા બદલ ટ્રમ્પનો આભાર વ્યક્ત કરું છું. તેઓ મારા સારા મિત્ર છે અને ભારતના પણ સારા મિત્ર છે. અમેરિકા સાથે અનેક મહત્વના કરાર થશે.
ટ્રમ્પે કાશ્મીર મુદ્દે કહ્યું કે, મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ જવાબ આપ્યો છે. મોદી સજ્જન અને મહાન નેતા છે. મોદી અને ઇમરાન ખાન કાશ્મીર મુદ્દાને ઉકેલવામાં સક્ષમ છે. બંને દેશ સાથે મળીને સમાધાન કરે. કાશ્મીરનો મુદ્દો ભારત અને પાકિસ્તાન પુરતો જ સીમિત છે.
બેઠક દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, મને લાગે છે. જલ્દી જ અમે ભારતની સાથે વ્યાપાર સમજૂતી કરીશું. આતંકવાદ સામે લડવા પર અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ જાણે છે કે, કેવી રીતે તેનો સામનો કરવાનો છે.
એક સવાલના જવાબમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, મને વિશ્વાસ છે કે, વડાપ્રધાન મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન એકબીજાની મુલાકાત કરશે, ત્યારે તેઓ કાશ્મીર મુદ્દાને લઈને કંઈ સારુ વિચારી શકશે. ટ્રમ્પે કહ્યું કે, આ બંને નેતાઓની મુલાકાતથી સારુ પરિણામ નિકળશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, મોદી અને ઈમરાન ખાન કાશ્મીર મુદ્દા પર સાથે મળીને કામ કરે.