વૉશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં ઔપચારિક રીતે અલગ થવાની જાહેરાત કરી છે. અમેરિકાની સ્થાનિક સમાચાર વેબસાઇટ રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ આ નિર્ણયની પુષ્ટિ કરી છે.
આ નિર્ણયને સોમવારથી લાગુ કરવામાં આવ્યો છે, તેમજ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવને આ બાબતે જાણ કરવામાં આવી છે. ટ્રમ્પે મે મહિનામાં ડબ્લ્યુએચઓથી યુએસને અલગ કરવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે, ડબ્લ્યુએચઓ પર ચીનનું નિયંત્રણ છે અને કોવિડ-19ને લઇને આરોગ્ય વિશેની મહત્વપૂર્ણ માહિતી પછીથી બહાર પાડવામાં આવી હતી. જેના લીધે કોરોનાએ અમેરિકાને સૌથી વધુ અસર કરી છે.