વોશિંગ્ટન: અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસની બહાર મહાત્મા ગાંધીની પ્રતિમાને બ્લેક લાઇવ મેટર વિરોધ પ્રદર્શનકારીઓએ ખંડિત કરી હતી.
આપને જણાવી દઈએ કે, અમેરિકામાં અશ્વેત વ્યક્તિ જ્યોર્જ ફ્લોઈડના મૃત્યુ બાદથી વિરોધ ચાલી રહ્યો છે. કેટલીક જગ્યાઓ પર પ્રદર્શનકારીઓએ હિંસક બનીને તોડફોડ કરી છે. જ્યોર્જ ફ્લોઈડના મૃત્યુ બાદ અમેરિકામાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.