- પાકિસ્તાની-કેનેડિયન ઉદ્યોગપતિ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણના કેસમાં ગુરુવારે સુનાવણી
- USની સંઘીય અદાલત વ્યક્તિગત સુનાવણી હાથ ધરશે
- રાણા ભારતમાં 2008ના મુંબઇ આતંકી હુમલામાં શામેલ થવા બદલ વોન્ટેડ છે
વોશિંગ્ટન: USની સંઘીય અદાલત ગુરુવારે 2008ના મુંબઇ આતંકી હુમલામાં શામેલ થવા બદલ ભારતમાં ધરપકડ કરાયેલા પાકિસ્તાની-કેનેડિયન ઉદ્યોગપતિ તહવ્વુર રાણા (Tahawwur Rana)ના પ્રત્યાર્પણના કેસમાં ગુરુવારે વ્યક્તિગત સુનાવણી હાથ ધરશે. એવું માનવામાં આવે છે કે, ભારતના અધિકારીઓની એક ટીમ કોર્ટની કાર્યવાહી માટે અમેરિકા પહોંચી છે. USએ કોર્ટ સમક્ષ અનેક રજૂઆતોમાં પ્રત્યાર્પણના પ્રમાણપત્ર માટેની વિનંતીની તરફેણમાં USના પ્રતિભાવના સમર્થનમાં જાહેરાત કરી છે. રાણા ભારતમાં 2008ના મુંબઇ આતંકી હુમલા (Mumbai terrorist attacks)માં શામેલ થવા બદલ વોન્ટેડ છે.
રાણાએ ભારતની વિનંતીને નકારી કાઢવા માટે કોઈ પુરાવા આપ્યા નથી
USનું કહેવું છે કે, 59 વર્ષીય રાણાની ભારત પ્રત્યાર્પણ ભારત અને US વચ્ચે હસ્તાક્ષર કરાયેલા પ્રત્યાર્પણ સંધિના અનુરૂપ છે. US સરકારે દલીલ કરી છે કે, રાણા ભારત પ્રત્યાર્પણના તમામ માપદંડોને પૂર્ણ કરે છે. અમેરિકાએ કહ્યું કે તે રાણાને ભારત પ્રત્યાર્પણ કરવા માટે પ્રમાણપત્રની વિનંતી કરે છે. USનું કહેવું છે કે, પ્રત્યાર્પણ વિનંતીમાં સંભવિત કારણ સ્થાપિત કરવા માટે પૂરતા પુરાવા છે અને રાણાએ ભારતની વિનંતીને નકારી કાઢવા માટે કોઈ પુરાવા આપ્યા નથી.
આ પણ વાંચો: મુંબઈ 26/11 હુમલાના ષડ્યંત્રનો આરોપી તહવ્વુર રાણાની ફરીવાર ધરપકડ કરાઈ
રાણા લશ્કર-એ-તૈયબા આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીનો બાળપણનો મિત્ર
રાણા લશ્કર-એ-તૈયબા (lashkar-e-taiba)આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીનો બાળપણનો મિત્ર છે. ભારતની વિનંતી પર રાણાની 10 જૂન, 2020ના રોજ લોસ એન્જલસમાં ફરીથી ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ હુમલામાં છ અમેરિકન નાગરિકો સહિત 166 લોકો માર્યા ગયા હતા. ભારતે તેને ભાગેડુ જાહેર કર્યો છે. પાકિસ્તાની મૂળના 60 વર્ષીય US નાગરિક હેડલી 2008ના મુંબઈ હુમલાના કાવતરામાં શામેલ હતો. તે આ કેસમાં સાક્ષી બન્યો હતો અને હાલમાં આ હુમલામાં તેની ભૂમિકા માટે અમેરિકામાં 35 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે.
આ પણ વાંચો: બાઇડન સરકારે તહવ્વુર રાણાને ભારતને સોંપવા મુદ્દે અમેરિકન કોર્ટને કરી અપીલ