ETV Bharat / international

Afghanistan ને માનવતાના ધોરણે સહાય પહોંચાડશે અમેરિકા, આપશે USD 14.4 કરોડ ડોલર - World Health Organization

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની પીછેહઠ બાદ માનવતાવાદી સંકટ યથાવત છે. તાજેતરમાં સામે આવતી ખબર મુજબ અમેરિકાએ કહ્યું છે કે તાલિબાન શાસન હેઠળ સંકટનો સામનો કરી રહેલા લોકોની મદદ માટે યુએસ 14.4 કરોડ રૂપિયાથી વધુની સહાય (USD144 million in humanitarian aid ) આપશે. આ માહિતી અમેરિકાના વિદેશપ્રધાન એન્ટની બ્લિંકને (US Secretary of State Anthony Blinkon ) આપી હતી. તેમણે કહ્યું. કે "આ માનવતાવાદી સહાયથી અફઘાનિસ્તાનના લોકોને ફાયદો થશે, તાલિબાનને નહીં, જેમને અમે તેમની પ્રતિબદ્ધતાઓ માટે જવાબદાર ગણવાનું ચાલુ રાખીશું,"

Afghanistanને માનવતાના ધોરણે સહાય પહોંચાડશે અમેરિકા, આપશે USD 14.4 કરોડ ડોલર

author img

By

Published : Oct 29, 2021, 2:19 PM IST

  • અફઘાનિસ્તાનના લોકો સુધી મદદ પહોંચાડવા અમેરિકા તૈયાર
  • બિનસરકારી સંસ્થાઓ અને વિશ્વ સંસ્થાઓના માધ્યમથી કરશે સહાયતા
  • કુલ 14.4 કરોડ ડોલરની સહાયતા પહોંચાડશે જરુરતમંદ લોકો સુધી

વોશિંગ્ટન: તાલિબાન શાસન હેઠળ અફઘાનિસ્તાનમાં ગંભીર માનવતાવાદી સંકટનો સામનો કરી રહેલા લોકોને મદદ કરવા માટે US $144 મિલિયન ( USD144 million in humanitarian aid ) આપશે. યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય અને બિનસરકારી માનવતાવાદી સંસ્થાઓને સીધી સહાય પૂરી પાડવામાં આવશે. જેમાં યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ (UNHCR ), યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (UNICEF), ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર ઈમિગ્રેશન (IOM) અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો (WHO) સમાવેશ થાય છે.

અમેરિકાના વિદેશપ્રધાને કરી જાહેરાત

ગુરુવારે બ્લિંકને જણાવ્યું હતું કે, "આ ફંડ દ્વારા અફઘાનિસ્તાનના 18 મિલિયનથી વધુ જરૂરિયાતમંદ અફઘાન લોકોને સીધી સહાય પૂરી પાડશે, જેમાં પડોશી દેશોમાં આશ્રય મેળવતા અફઘાન શરણાર્થીઓનો (Afghan refugees ) પણ સમાવેશ થાય છે."

વિદેશપ્રધાન બ્લિંકને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં આ પ્રદેશમાં અફઘાન શરણાર્થીઓને યુએસની કુલ માનવતાવાદી સહાય 2021માં વધીને લગભગ $47.4 કરોડ ડોલર થઈ ગઇ છે જે કોઈપણ રાષ્ટ્ર દ્વારા સૌથી વધુ છે.

વિદેશપ્રધાને કહ્યું, 'આ મદદ અમારા ભાગીદારોને આરોગ્ય સંભાળના અભાવ, કોવિડ-19, દુષ્કાળના અભાવે વધતી જતી માનવ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જરૂરી જીવન સુરક્ષા, ખાદ્ય સુરક્ષા, આવશ્યક આરોગ્ય સંભાળ, શિયાળામાં જરુરતનો સામાન, અન્ય ચીજવસ્તુઓ અને આપાતકાલીન ખાદ્યસંબંધી સહાયતા પૂરી પાડવા સક્ષમ બનાવશે.

પડોશી દેશનો આભાર માની કરી વિનંતી

US Secretary of State Anthony Blinkon એ વાત પર ભાર મૂક્યો કે અફઘાનિસ્તાનના પડોશીઓએ લાંબા સમયથી વિશ્વની સૌથી મોટી અને સૌથી લાંબી શરણાર્થી પરિસ્થિતિનો સામનો કર્યો છે. તેમણે આ દેશોનો આભાર માન્યો અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા ઇચ્છતાં અફઘાન લોકો માટે તેમની સરહદો ખુલ્લી રાખવા વિનંતી પણ કરી હતી.

સહાયતા સાથે અફઘાન શરણાર્થીઓને વિશે કરી વાત

બ્લિંકને જણાવ્યું હતું કે "આ નવી માનવતાવાદી સહાય દ્વારા અમે અફઘાન શરણાર્થીઓને સુરક્ષા પ્રદાન કરવાનું ચાલુ રાખીશું અને આ ક્ષેત્રમાં અમારા ભાગીદારોનું સમર્થન કરવાનું જારી રાખીશું. અમે અફઘાનિસ્તાનમાં પણ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનું ચાલુ રાખીશું.

આ પણ વાંચોઃ રશિયામાં કોવિડ-19ના કેસો ઝડપથી વધી રહ્યા છે, મોસ્કોમાં કામ પર પ્રતિબંધ

આ પણ વાંચોઃ USના 2 સેનેટરનો બાઇડેનને પત્ર, રશિયાથી મિસાઇલ સિસ્ટમ ખરીદવાને લઇને ભારત પર ન લગાવે પ્રતિબંધ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.