વોશિંગ્ટન: ટ્રમ્પ વહીવટીતંત્રે યુએસમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. વહીવટીતંત્રે કહ્યું છે કે, શાળાઓ અને કોલેજોના તમામ વિદેશી વિદ્યાર્થીઓ કે જેમાં તમામ ક્લાસ ઓનલાઇન થાય છે, તેઓને અમેરિકા છોડવું પડશે અથવા બીજી સંસ્થામાં સ્થાનાંતરિત થવું પડશે. આ નિર્ણયથી કુલ 10 લાખ વિદેશી વિદ્યાર્થીઓ પર પ્રભાવ પડશે તેમાંના 2 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ છે.
યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકામાં યુનિવર્સિટી પર કેમ્પસ ખોલવા માટે વધારાના દબાણ કરવામાં આવ્યા છે. તે પણ એવા સમયે જ્યારે યુવાનોમાં કોરોના કેસ સૌથી વધારે સામે આવ્યા છે. કોલેજને નવી માર્ગદર્શિકા અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. હાર્વર્ડ યુનિવર્સિટી સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓએ પણ ઓનલાઇન ક્લાસ યોજવાની જાહેરાત કરી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શાળાઓ અને કોલેજોને કેમ્પસ વહેલી તકે શરૂ કરવા નિર્દેશ આપ્યા હતા.જોકે આ નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. ટ્રમ્પે ટ્વિટર પર કહ્યું હતું કે આ ટૂંક સમયમાં જ શાળાઓ અને કોલેજો ફરીથી શરૂ થશે.