ETV Bharat / international

UN સિક્યુરિટી કાઉન્સિલ પર મોટો સવાલ, 'જવાબદારી ન નિભાવી શક્યા'

author img

By

Published : May 2, 2020, 5:53 PM IST

એસ્ટોનીયાએ કહ્યું છે કે, શરમજનક છે કે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે કોવિડ-19 મહામારી વચ્ચે પોતાની જવાબદારી નિભાવી નથી.

unsc-president-estonia-calls-security-councils-handling-of-covid-19-a-shame
UN સિક્યુરિટી કાઉન્સિલ પર મોટો સવાલ, 'જવાબદારી ન નિભાવી શક્યા'

સંયુક્ત રાષ્ટ્ર: સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે, ત્યાં UNના કાયમી પ્રતિનિધિ અને સંયુક્ત રાષ્ટ્રમાં સામેલ એસ્ટોનીયા પ્રજાસત્તાક દેશે UN સિક્યુરિટી કાઉન્સિલે પર સવાલો કર્યાં છે. એસ્ટોનીયાએ કહ્યું છે કે, શરમજનક છે કે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે કોવિડ-19 મહામારી વચ્ચે પોતાની જવાબદારી નિભાવી નથી.

UNના કાયમી પ્રતિનિધિ એસ્ટોનીયા પ્રજાસત્તાકના રાજદૂત સ્વેન જુર્ગેસને જણાવ્યું કે, મને લાગે છે કે આ શરમજનક છે, આપણે આ રોગ સામે કંઈ કરી શક્યાં નથી. જેનાં કેટલાક કારણો હોઈ શકે છે, પરંતુ સુરક્ષા પરિષદે જ્યાં હોવું જોઈતું હતું ત્યાં નથી. આજે એસ્ટોનિયા પહેલેથી જ વધુ સક્રિય થઈ કામ કરી રહ્યું છે, પણ દુઃખની વાત છે કે, સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે ત્યાં પહોંચી ન શકી."

મહત્વનું છે કે, જુર્ગેસન મે મહિના માટે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના અધ્યક્ષ પણ છે. એક પ્રેસ કોન્ફરન્સમાં તેમને કોવિડ -19 રોગચાળાને પહોંચી વળવા કાઉન્સિલ દ્વારા કરાયેલી કાર્યવાહીના અભાવ અને આ વૈશ્વિક સંકટ અંગેની નિષ્ફળતા સ્વીકાર કર્યો હતો. રાજદૂતે કહ્યું કે, મને વ્યક્તિગત રીતે આશા હતી કે, કોવિડ -19 અંગેની સુરક્ષા પરિષદના ઠરાવ પર બે કે ત્રણ અઠવાડિયા પહેલા જ મતદાન થવું જોઈતું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, આ પ્રસ્તાવ પર હવે મતદાન યોજાઈ શકે છે અને આવતા અઠવાડિયે થઈ શકે છે. મને ખબર છે, ઘણા બધા અવરોધો આવ્યાં છે. અત્યારે પરિસ્થિતિ વિરોધી છે, પરંતુ હું આશા રાખું છું કે આપણે ખરેખર આ બીમારીમાંથી જલદી બહાર આવી જઈશું.

નોંધનીય છે કે, ગત વર્ષે ડિસેમ્બર માસમાં ચીનના વુહાન શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો હતો, અત્યારે વિશ્વભરમાં 2,38,000થી વધુ લોકો કોરોના વાઈરસના કારણે મોતને ભેટ્યાં છે. હજુ પણ લગભગ 3.3 લાખ લોકોને આ ચેપ લાગેલો છે. આ મહામારી અંગે અનેક અઠવાડિયાની વાતચીત બાદ પણ 15 સભ્યની UN સિક્યુરિટી કાઉન્સિલે આરોગ્ય કટોકટી અંગે કોઈ ઠરાવ પસાર કર્યો નહોતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.