ટ્રમ્પના એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરવાની સાથે જ પ્રશાસને તુર્કી પર પ્રતિબંધ લગાવવાનો અધિકાર આપ્યો છે. અમેરિકાએ સીરિયામાંથી પોતાના સૈનિકોને પાછા બોલવાના નિર્ણય બાદ અંકારાની સરહદ પર બુધવારે કુર્દ પર હુમલો કર્યો હતો. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસે સોમવારે જણાવ્યું કે, ટ્રમ્પે તુર્કીના વડા રજબ તૈયબ અર્દોઆન સાથે ફોન પર વાત કરી તાત્કાલિક યુદ્ધ વિરામની માગ કરી હતી.
ગયા અઠવાડીયે શરૂ થેયલી તુર્કીની કાર્યવાહીનો હેતુ કુર્ગની આગેવાની વાળી સીરિયન ડેમોક્રેટિક ફોર્સેઝ (SDF)ને સરહદના વિસ્તારમાંથી બહાર કાઢવાનો છે. તુર્કી SDFને આતંકી સંગઠન માને છે. SDF ઈસ્લામિક સ્ટેટ સમૂહને હરાવવા માટે પાંચ વર્ષથી અભિયાનમાં અમેરિકાનો ભાગીદાર રહ્યાં છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તુર્કીના નેતાઓ વિનાશકારી રસ્તાઓ પર ચાલશે તો, તેમણી અર્થવ્યવસ્થાને બરબાદ કરી દઈશું. જે માટે આર્થિક પ્રતિબંધ અને સંપતિ ખરીબ વેચાણ પર રોક લગાવી દઈશું.
અમેરિકી સેનાને પાછા બોલવવા પર ટ્રમ્પે કહ્યું કે, ISના આતંકીઓને બહાર કાઢવા માટે દક્ષિણ સીરિયાના ટેન્ક ગૈરીસનમાં એક નાની ટુકડી રહેશે.
ઉલ્લેખનીય છે કે, 2016ની અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પ્રચાર અભિયાનમાં ટ્રમ્પે સીરિયા અને અફગાનિસ્તાથી અમેરિકી સેનાને પાછા બોલાવવાનો વાયદો કર્યો હતો.