વોશિંગ્ટનઃ સમગ્ર દુનિયામાં એક તરફ કોરોના વાઇરસે કહેર ફેલાવ્યો છે, ત્યારે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર બાદ કોરનાવોર શરૂ થયું છે. અમેરિકામાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધીમાં 105 લોકોનાં મોત થયાં છે. આ અંગે ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે, વિશ્વ છુપાયેલા દુશ્મન સામે યુદ્ધ લડી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસ સામેની લડત પર વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, વિશ્વ કોવિડ -19 જેવા અદૃશ્ય દુશ્મન સામે યુદ્ધ લડી રહ્યું છે. અમે વાઇરસ સામેની લડત માટે દરેક સંસાધનોનો ઉપયોગ કર્યો છે.
અમેરિકા-ચીન વચ્ચે શાબ્દિક યુદ્ધ શરુ થઈ ગયું છે. આ અંગે આક્ષેપ કરતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વીટ કરી કહ્યું હતું કે, કોરોના 'ચાઇનીઝ વાઇરસ' છે, તો બીજી તરફ ચીને ટ્રમ્પના આ આરોપ પર વાંધો ઉઠાવ્યો હતો.
આમ, ટ્રમ્પે કોરોના વાઇરસને ચાઈનીઝ વાઇરસ કહીને વિવાદ સર્જો હતો. બીજીવાર પણ ટ્રમ્પે પોતાના ટ્વીટમાં કોરોના વાઇરસને ચાઈનીઝ વાઇરસ ગણાવ્યો હતો. ટ્રમ્પના આ નિવેદન પર ચીનના વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવી વિરોધ કર્યો હતો. આ અંગે ચીને અમેરિકાના આવા નિવેદન પર વાંધો ઉઠાવી ટ્રમ્પને પોતાનું કામ કરવા પર ધ્યાન આપવા કહ્યું હતું.
જો કે, કોરોનાનો પહેલો કેસ ચીનના વુહાન શહેકમાં સામે આવ્યો હતો, પરંતુ ચીન દોષનો ટોપણ અમેરિકા પર ઢોળી રહ્યું છે. આ સિવાય ચીન પર કોરોનાથી થયેલા મોતના આકડાં છુપાવવાનો પણ આરોપ લગ્યો છે.
ચીને કોરોના પાછળ અમેરિકાને જવાબદાર ઠેરવતા કહેલું કે, અમેરિકાને લીધે વુહાનમાં કોરોના વાઇરસ ફેલાયો છે. આ બાબતે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાનએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, વુહાનમાં કોરોના વાઇરસ ફેલાવવાની પાછળ અમેરિકી સેનાનો હાથ હોય શકે છે. અમેરિકાએ આ મામલે પોતાની જવાબદારી નક્કી કરવી જોઈશે. બીજી તરફ અમેરિકાએ બચાવ કરતાં કહ્યું કે, આ વાઇરસથી અમારા લોકો પણ માર્યા ગયા છે. જેથી વાઇરસ પાછળ ચીનનો જ હાથ છે.