વોશિગ્ટન: ત્રણ ભારતીય કંપનીઓને નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશને (NASA) કોરોના વાઈરસના દર્દીઓની સારવાર માટે તૈયાર કરાયેલા વેન્ટિલેટર બનાવવાનું લાયસન્સ મેળવ્યું છે. આ ત્રણ ભારતીય કંપનીઓમાં આલ્ફા ડિઝાઈન ટેક્નોલોજીસ, ભારત ફોર્જ અને મેધા સર્વો ડ્રાઈવ્સનો સમાવેશ થાય છે.
-
Congrats to the 3 Indian companies @NASA selected to make a ventilator specifically designed to treat COVID19 patients. Only 21 licenses were granted worldwide -- a testament to the grantees & the importance of the US-India partnership to combat COVID19. https://t.co/EXnGMKGWFL https://t.co/cw1Ys8T5h2
— State_SCA (@State_SCA) June 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congrats to the 3 Indian companies @NASA selected to make a ventilator specifically designed to treat COVID19 patients. Only 21 licenses were granted worldwide -- a testament to the grantees & the importance of the US-India partnership to combat COVID19. https://t.co/EXnGMKGWFL https://t.co/cw1Ys8T5h2
— State_SCA (@State_SCA) June 2, 2020Congrats to the 3 Indian companies @NASA selected to make a ventilator specifically designed to treat COVID19 patients. Only 21 licenses were granted worldwide -- a testament to the grantees & the importance of the US-India partnership to combat COVID19. https://t.co/EXnGMKGWFL https://t.co/cw1Ys8T5h2
— State_SCA (@State_SCA) June 2, 2020
ભારતીય કંપનીઓ ઉપરાંત અન્ય 18 કંપનીઓમાં 8 કંપની અમેરિકાની, ત્રણ બ્રાઝિલની કંપનીઓની પણ વેન્ટિલેટરના ઉત્પાદન માટે પસંદગી કરવામાં આવી છે. NASA સ્પેસ સંશોધન, એરોનોટિક્સ અને સંલગ્ન અભિયાન હાથ ધરતી એક સ્વતંત્ર એજન્સી છે. નાસાએ ખાસ કોરોના વાઈરસના દર્દીઓ માટે દક્ષિણ કેલિફોર્નિયા સ્થિત તેની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં આ વેન્ટિલેટરનું નિર્માણ કર્યું છે. JPL એન્જિનિયર્સે આ ખાસ વેન્ટિલેટરને ‘વાઈટલ’ નામ આપ્યું છે. આ વેન્ટિલેટરને એક મહિનાના ટૂંકા ગાળામાં ફૂડ એડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન તરફથી ઈમર્જન્સી યુઝ ઓથોરઆઝેશન પ્રાપ્ત થયું છે તેમ નાસાએ જણાવ્યું હતું.
આ વેન્ટિલેટર અનેક રીતે ખાસ છે. નાસાના જણાવ્યા મુજબ પારંપરિક વેન્ટિલેટરમાં જરૂર પડતા પાર્ટ્સની તુલનાએ આ વેન્ટિલેટરમાં તેના 15 ટકા પાર્ટ્સનો જ ઉપયોગ થાય છે. અત્યંત ક્રિટિકલ દર્દીઓની સારવાર માટે આ હાઈ-પ્રેશર વેન્ટિલેટર એક ફાયદાકારક વિકલ્પ પુરવાર થઈ શકે છે. આ ઉપરાંત ફ્લેક્સિબલ ડિઝાઈનને કારણે તે હંગામી હોસ્પિટલ્સમાં પણ ઉપયોગી સાબિત થઈ શકે છે, તેમ નાસાએ જણાવ્યું હતું.
આ અંગે JPLના મેનેજર લિઓન અલ્કલાઈએ જણાવ્યું કે, વાઈટલની ટીમ તેમની ટેક્નોલોજીને લાયસન્સ પ્રાપ્ત થવાથી ખુબ ખુશ છે. અમને આશા છે કે, કોરોનાના કપરા સમયમાં આ ટેક્નોલોજી મહામારીના સમાધાનના વધારાના સ્રોત તરીકે વિશ્વના અન્ય દેશો સુધી પહોંચશે. આ વેન્ટિલેટરના પ્રોટોટાઈપનું 23 એપ્રિલના માઉન્સ સિનાઈ સ્થિત ડિપાર્ટમેન્ટ ઓફ એનેસ્થિસિયોલોજી, પેરિઓપરેટિવ એન્ડ પેઈન મેડિસિન ખાતે સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું.