વોશિંગ્ટન : ટોચના બાસ્કેટબોલ પ્લેયર કોબી બ્રાયન્ટ અને તેની પુત્રી સહિત 4 લોકોનું એક વિમાન દુર્ધટનામાં મોત નિપજ્યા છે. કોબીની ગણતરી દુનિયાના મહાન બાસ્કેટબોલ પ્લેયર તરીકે થાય છે.
હકીકતમાં અમેરિકાના કેલિફોર્નિયામાં હેલીકોપ્ટર દુર્ધટનામાં કોબી બ્રાયન્ટ અને તેની પુત્રી સહીત 4 લોકોના મોત થયા છે. આ દુર્ધટનાના પગલે પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપે શોક વ્યક્ત કર્યો છે. ટ્રમ્પે ટ્વીટ કરી લખ્યુ કે, 'રિપોર્ટ મુજબ બાસ્કેટબોલના મહાન ખેલાડી કોબી બ્રાયંટ અને ત્રણ અન્ય કેલિફોર્નિયામાં થયેલા હેલીકોપ્ટર ક્રેશમાં મોત નિપજ્યા છે.
અન્ય એક ટ્વીટમાં પણ ટ્રમ્પે લખ્યુ કે, 'બાસ્કેટબોલના મહાન ખેલાડી તેના પરીવારને ખુબ જ ચાહતો હતો અને ભવિષ્ય માટે તેની પાસે જનુન હતો, તેની પુત્રી જિયાના જેનુ દુર્ધટનામાં મોત નિપજ્યુ છે.
ટ્રમ્પ સિવાય ભૂતપુર્વ પ્રમુખ બરાક ઓબામા એ પણ શોક વ્યક્ત કર્યો હતો. ઓબામાએ પોતાના પત્ની મિશેલ ઓબામાની તરફથી પણ શોકની લાગણી વ્યક્ત કરી હતી.
આ દુર્ધટનામાં કોબી બ્રાયન્ટ સિવાય કોસ્ટ કોલેજ બેસબોલ ટીમના મુખ્ય કોચ જોન અસ્લોતબેલી સહીત તેની પત્ની અને પુત્રીનું પણ મોત નિપજ્યું છે. આ સમગ્ર દુર્ધટનાને લઇ તપાસ કરવામાં આવી રહી છે.