- દોહામાં બેઠક પહેલા તાલિબાનનું મોટું નિવેદન
- અમેરિકાને કટ્ટરપંથી જૂથો સામે લડવામાં નહીં કરે મદદ
- અમેરિકન લોકો, વિદેશી નાગરિકો અને અફઘાન સાથીઓને સલામત નીકાળવા પર થશે વાતચીત
વૉશિંગ્ટન: તાલિબાને (Taliban) શનિવારે અફઘાનિસ્તાન (Afghanistan)માં કટ્ટરપંથી જૂથોને નિયંત્રિત કરવા માટે અમેરિકા સાથે સહયોગ કરવાની સંભાવનાને નકારી દીધી છે અને અફઘાનિસ્તાનથી ઑગષ્ટમાં અમેરિકન સૈન્ય (American Army)ની સંપૂર્ણ વાપસી બાદથી અમેરિકા તથા તાલિબાનની વચ્ચે થવા જઇ રહેલી પહેલી સીધી વાતચીત પહેલા આ મહત્વના મુદ્દા પર તેણે સખ્ત વલણ અપનાવી લીધું છે.
અફઘાનિસ્તાનથી લોકોને નીકાળવા પર નરમ વલણ અપનાવી શકે છે તાલિબાન
અમેરિકાના અધિકારીઓ શનિવાર અને રવિવારે કતારની રાજધાની દોહામાં તાલિબાનના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરશે. આનો ઉદ્દેશ વિદેશી નાગરિકો અને એવા અફઘાન લોકોને અફઘાનિસ્તાનથી નીકાળવાને સરળ બનાવવાનો છે જેમની પર ખતરો છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનમાં ઉગ્રવાદી જૂથોને નિયંત્રિત કરવા વિશે પણ વાત થઈ શકે છે. બંને પક્ષોના અધિકારીઓએ આ જાણકારી આપી છે. તાલિબાને સંકેત આપ્યા છે કે તે લોકોને અફઘાનિસ્તાનથી નીકાળવા પર નરમ વલણ અપનાવી શકે છે.
IS સામે પહોંચી વળવા સક્ષણ છીએ - તાલિબાન
ઑગષ્ટમાં અફઘાનિસ્તાનથી અમેરિક દળોની વાપસી બાદ આ પ્રકારની આ પહેલી બેઠક છે. વાતચીત કતારના દોહામાં થશે. તાલિબાનના રાજકીય પ્રવક્તા સુહૈલ શાહીને એસોસિએટેડ પ્રેસને શનિવારના જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં ઝડપથી સક્રિય થઈ રહેલા ઇસ્લામિક સ્ટેટ ગ્રુપ સાથે જોડાયેલા સંગઠનોને લઇને તેની તરફથી વૉશિંગ્ટનને કોઈપણ પ્રકારનો સહયોગ નહીં આપવામાં આવે. શાહીને કહ્યું કે, દાયેશ (ઇસ્લામિક સ્ટેટ) સામે પોતાના જોરે પહોંચી વળવા અમે સક્ષમ છીએ.
શિયા સમુદાયના લોકો પર હુમલો
પૂર્વ અફઘાનિસ્તાનમાં 2014થી ISએ શિયા મુસ્લિમ સમુદાય પર સતત હુમલા કર્યા છે. તે અમેરિકા માટે પણ ઘણો મોટો ખતરો છે. તાજેતરમાં મસ્જિદ પર થયેલા હુમલામાં પણ તેનાથી સંબંધિત સંગઠનનો જ હાથ હતો, જેમાં લઘુમતી શિયા સમુદાયના 46 લોકો માર્યા ગયા હતા.
આ મુદ્દા પર થશે વાતચીત
એક અમેરિકી અધિકારીએ શુક્રવારે કહ્યું કે કતારના દોહામાં વાતચીત અફઘાન તાલિબાન નેતાઓ દ્વારા અમેરિકન લોકો, વિદેશી નાગરિકો અને અફઘાન સાથીઓ કે જેઓ અમેરિકન સરકાર અને લશ્કરને ટેકો આપી રહ્યા છે તેમને અફઘાનિસ્તાન છોડવાની મંજૂરી આપવા પર કેન્દ્રિત હશે.
આ પણ વાંચો: અફઘાનિસ્તાન મસ્જિદ બ્લાસ્ટ : 100 થી વધુ લોકોના મોતની આશંકા, IS એ હુમલાની જવાબદારી લીધી
આ પણ વાંચો: NOBEL PEACE PRIZE 2021: મારિયા રેસા અને ડિમિટ્રી મુરાટોવ નોબેલ પીસ પ્રાઇઝ 2021 જીત્યો